મકસુદ કારીગર,કઠલાલ
બોરસદ ગાંધીગંજ ખાતે આજે વંચિત વિકાસ સંગઠન બોરસદની મીટિંગ મળી હતી જેમાં બોરસદ, આંકલાવ તથા ખંભાત તાલુકાના જુદાજુદા ગામના 26 જેટલા સામુદાયિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા રચિત આ સંગઠન એસ.સી, એસ.ટી, ઓ.બી.સી. તથા લઘુમતી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે. આજની સભામાં આશાદીપ તરફથી ઉપસ્થિત સ્ટાફે સંગઠનની શક્તિ, ઉપયોગીતા, ઉદ્દેશ્ય, કાર્ય અને તે થકી સામુદાયિક વિકાસની વાત સહુ મધ્યે કરી હતી.


