ઊના તાલુકાના ગામમાં ગ્રામ પંચાયત દ્રારા સરકારી ખરાબો સરકારી પડતર તેમજ પેશકદમી કરવામાં આવેલી છે. પરંતુ ઊના
તાલુકાના સરપંચો દ્રારા તાલુકાના પંચાયતના કર્મચારીઓ તથા તલાટી કમમંત્રીની મીલીભગતના કારણે તલાટી મંત્રીઓ પોતે સરપંચ
સાથે સતત સંપર્કમાં હોય અને સરપંચો દ્રારા તલાટી કમમંત્રી સાથે રહી સરપંચો અને સભ્યો દ્રારા ઉના તાલુકા દરેક ગામોમાં સરકારી
પેશકદમી કરી લીધેલ હોય અને આ સરકારી જમીનમાં થયેલ પેશકદમી દૂર કરવામાં આવે તેવી સામાજીક જાગૃત નાગરીક વિનુભાઇ
ચોહાણે જીલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે.
તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતના સરપંચો અને સભ્યો દ્રારા ગ્રામ્ય વિસ્તારોમાં જે પ્રજાને પેશકદમી દૂર કરવા નોટીસો
આપવામાં આવે છે. પરંતુ આજદિન સુધી ઉના તાલુકાના તલાટી કમમંત્રીઓ દ્રારા સરપંચો તથા સભ્યોને નોટીસો આપવામાં આવેલ
નથી. ત્યારે આમ પ્રજા સાથે વાલા દવલાની નીતી અપનાવતા હોય ગામોમાં ચુંટાયેલા પ્રતિનીધીઓએ સરકારી જમીનમાં પેશકદમી
કરેલી હોવા છતાં તેને નોટીસ ઇસ્યુ કરવામાં આવતી કેમ નથી. આ માટે તાલુકા વિકાસ અધિકારી પણ જવાબદાર છે. ગામમાં
સરકારી ગૈચર, સરકારી તેમજ ગામતળમાં આવેલી સરકારી પડતર જગ્યા જેમાં દરેક ગામોમાં સરપંચો અને સભ્યો દ્રારા પેશકદમી
થયેલ છે. તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી દરેક ગામના તલાટી મંત્રીઓ દ્રારા નોટીસ ઇસ્યુ થાય તે બાબતે કચેરી દ્રારા સુચિત
કરવામાં આવે અને કાયદેસર મંત્રીઓ દ્રારા રજીસ્ટર નિભાવવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સત્વરે કોઇ
કાર્યવાહી કરવામાં નહી આવે તો કોર્ટમાં ઇન્કવાયરી દાખલ કરી હાઇકોર્ટમાં રીટ દાખલ કરી જેમાં તમામ ચુંટાયેલા પ્રતિનીધીઓ તથા
સરકારી કર્મચારી જેતે વિભાગના જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી કરવામાં માટે કોર્ટનો પણ સહારો લઇશુ તેવી રજુઆતમામં
ઉચ્ચારી માંગ કરી હતી..
