Gujarat

૨ માસથી એકલા રહી તેના ૩ સંતાનનું ભરણપોષણ કરતી મહિલાનું  તેના પતિ સાથે  સુખદ સમાધાન કરાવતી કેશોદ ૧૮૧ની ટીમ

૨ માસથી એકલા રહી તેના ૩ સંતાનનું ભરણપોષણ કરતી મહિલાનું  તેના પતિ સાથે  કેશોદ ૧૮૧ની ટીમે સુખદ સમાધાન કરાવ્યું હતુ.

માંગરોળ તાલુકાના એક ગામમાં મહિલાને તેના પતિ દ્વારા હેરાનગતિ હોવાથી ૧૮૧ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી મદદ માંગી હતી.  જેના પગલે કેશોદ ૧૮૧ ટીમના કાઉન્સેલર દક્ષા કે.ચાવડા સહ સ્ટાફ તુરંત ઘટના સ્થળે દોડી ગયા ને સ્થળ પર પહોંચી મહિલાનું કાઉન્સિલિંગ કર્યુ હતુ.

મહિલાએ જણાવ્યું હતું કે,તેના પતિ સાથે નાની વાતમાં ઝઘડો થતા. પતિ -પત્ની અને તેના ૩ સંતાનોને છોડી તેના માતાપિતા પાસે ચાલ્યા ગયા હતા.

મહિલા ૨ માસથી એકલા રહી તેના ૩ સંતાનનું ભરણપોષણ કરતા હતા. અંતે તેઓએ ૧૮૧ હેલ્પલાઇનની મદદ લીધી તેના પતિને સમજાવવા માટે. ૧૮૧ ટીમના સ્થળ પર જઈ બેનના પતિ તથા અન્ય પરિવારના સભ્યો સાથે વાતચીત કરી જવાબદારી શું છે ? ત્તે અંગે ભાન કરાવી તથા બંને પતિ પત્ની વચ્ચે જે મતભેદ થયા હતા. તે કાઉન્સેલિંગ કરી દૂર કર્યો અને સાથે રહેવા સંમત થયા હતા. અંતે દંપતીએ રાજી ખુશીથી સમાધાન કર્યું હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *