એસબીઆઇ આરસેટી જૂનાગઢ ખાતે મહિલાઓને લગતા કાયદા અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો.
એસબીઆઇ આરસેટી જૂનાગઢ ખાતે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન,”સખી” વન-સ્ટોપ,જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત તાલીમાર્થી બહેનોને મહિલાઓ ને થતાં શોષણ અને અત્યાચાર વિરુદ્ધ કઈ રીતે બચવું અને ઘરેલુ હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તેમજ સરકારની વિવિધ યોજના વિષે પણ માહિતી આપવામાં આવી હતી. જેમાં એસબીઆઇ ડાઇરેક્ટર શ્રી પ્રશાંત ગોહેલ,તથા સખી વન-સ્ટોપ,મહિલા અને બાળ વિકાસ વિભાગના બહેનો તથા ૬૫ જેટલા તાલીમાર્થી બહેનો અને સ્ટાફ એ હાજરી આપી હતી.


