છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ ન 6 માં હરિજન વાસ (ગંજી ફળિયા) નું નવીન સ્મશાન બનાવી આપવા આગેવાન રાજેશ્રીબેન સચિનભાઈ તડવી અને ધનજીભાઈ રોહિત દ્વારા છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવાને લેખિત રજુઆત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અંતિમ સંસ્કાર માટે પડતી તકલીફોને કારણે છોટાઉદેપુર નગરમાં આવેલ વોર્ડ ન 6 માં હરિજન વાસ (ગંજી ફળિયા) નું નવીન સ્મશાન બનાવી આપવા પ્રબળ માંગ ઉઠી છે. ગંજી ફળીયા , હરિજન વાસનું સ્મશાન પીપલેજ હનુમાનજી મંદિરના પાછળના ભાગે આવેલ છે. જ્યાં ગુરુની સમાધિ પણ છે. અને ત્યાં વર્ષોથી અંતિમ સંસ્કાર છે. સ્મશાનમાં હાલની પરિસ્થિતિમાં કશુજ નથી. તો નવું સ્મશાન બનાવી આપવા માંગ ઉઠી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


