Gujarat

જામનગરની મહિલાઓ મુરબ્બો, શરબત બનાવવાની નિઃશુલ્ક તાલીમમાં ભાગ લઈ શકશે

જામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની 18 થી 60 વર્ષ વયજૂથમાં સમાવિષ્ટ તમામ મહિલાઓ વર્ષ
2023- 24 હેઠળ રાજ્ય બાગાયત વિભાગની મહિલા તાલીમાર્થીઓને વૃત્તિકા/ સ્ટાઈપેન્ડ આપવાની યોજના હેઠળ નિઃશુલ્ક
તાલીમ વર્ગમાં પ્રવેશ મેળવી શકે છે. તે માટે, આગામી તા. 31 મે સુધીમાં આઈ- ખેડૂત પોર્ટલ એટલે કે
www.ikhedut.gujarat.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરી શકશે.
આ યોજના અંતર્ગત, વિવિધ ફળો અને શાકભાજીને લાંબા સમય સુધી સંગ્રહ કરીને તેને કેવી રીતે સાચવી શકાય તેની તાલીમ
આપવામાં આવશે. તેમજ મહિલાઓને જામ, કેચઅપ, મુરબ્બા, અથાણાંઓ, શરબતો જેવા વિવિધ ખાદ્ય પદાર્થો બનાવવાની
પણ પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવશે. 2 દિવસ અને 5 દિવસ- આમ બંને સમયગાળાના તાલીમ વર્ગ ગોઠવવામાં આવશે.
ઉપરોક્ત તાલીમ કાર્યક્રમમાં ભાગ લેનારી મહિલાઓને તાલીમના અંતે બાગાયત વિભાગનું પ્રમાણપત્ર અર્પણ કરવામાં આવશે.
અત્રે, વહેલા તે પહેલાના ધોરણે 50 બહેનોનું જ રજીસ્ટ્રેશન કરવામાં આવશે. 1 રેશનકાર્ડ દીઠ પરિવારની 1 મહિલા આ તાલીમ
વર્ગમાં જોડાઈ શકશે.
તાલીમમાં ભાગ લેવા માટે ઇચ્છુક લાભાર્થીઓએ પોતાનું પૂરું નામ, સરનામું, મોબાઈલ નંબર, રેશનકાર્ડ, આધારકાર્ડ, અન્ય
જરૂરી સાધનિક કાગળો તેમજ બેન્ક એકાઉન્ટની વિગતોની નકલો ઓનલાઈન ભરેલા અરજી પત્રકની પ્રિન્ટ સાથે જોડીને નાયબ
બાગાયત નિયામકશ્રીની કચેરી, જિલ્લા સેવા સદન- 4, પ્રથમ માળ, સુભાષ પુલ પાસે, જામનગર ખાતે કચેરી સમય દરમિયાન
જમા કરાવવાની રહેશે.
આ અંગે, વધુ માહિતી જિલ્લા બાગાયત કચેરીના સંપર્ક નં. 0288- 2571565 પરથી મેળવી શકાશે. તેમ નાયબ બાગાયત
નિયામકશ્રી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *