Gujarat

  છેલ્લા 6 દિવસમાં 1કીમીના અંતરે 3 અકસ્માત..

વંથલી કેશોદ હાઇવે પર પેટ્રોલપંપ નજીક બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 1 નું મોત…
 વસપડા ના 56 વર્ષીય ગોવિંદભાઈ નાથાભાઈ ડાભીનું ઘટનાસ્થળે જ મોત….
જૂનાગઢ જિલ્લાના વંથલી કેશોદ હાઇવે પર પેટ્રોલપંપ નજીક વધુ એક અકસ્માત સર્જાયો હતો.બાઈક અને કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા બાઇક ચાલક વસપડા ગામના રહેવાસી 56 વર્ષીય ગોવિંદભાઈ નાથાભાઈ ડાભીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.અકસ્માતના વાયુવેગે સમાચાર પ્રસરતા સામાજિક અને રાજકીય આગેવાનો સાથે વંથલી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.બાદમાં 108 મારફતે લાશને પોસ્ટમોર્ટમ અર્થે વંથલી સિવિલ હોસ્પિટલ ખસેડાઇ હતી. અચાનક અકસ્માતમાં મૃત્યુ થયાના સમાચારથી પરિવારજનો સહિત વસપડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Screenshot_20230525_152538.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *