ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક સાહેબ શ્રી એ.જી.ગોહીલ સાહેબ સાવર કુંડલા વિભાગનાઓ દ્રારા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે ચલાલા પો.સ્ટે વિસ્તારમાં બનવા પામેલ મિલ્કત સબંધી ગુન્હાના આરોપીઓને શોધી કાઢી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુન્હાઓ ડિટેક્ટ કરવા માર્ગર્શન આપેલ હોય જે અન્વયે ચલાલા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૩૦૧૩૪/૨૦૨૩ ઇ.પી.કો.ક.૩૯૨,૩૪,૫૦૬(૨) મુજબ નો ગુન્હે આજરોજ તા- ૨૪/૦૫/૨૦૨૩ના રોજ દાખલ થયેલ હોય જે અનડિટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરવા ધારી સર્કલ પો.ઇન્સ.શ્રી સી.કે.રાઠવા સાહેબની સુચના મુજબ ચલાલા પો.સ્ટે ના પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી કે.એલ.ગળચર સાહેબ તથા ચલાલા પોલીસ ટીમ દ્વારા સદરહું ગુન્હાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ઘરવામા આવેલ હોય. અને આજરોજ તા ૨૪/૫/૨૦૧૩ ના રોજ ચલાલા પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફુટેજ તથા હ્યુમન સોર્સ ના આધારે ચાલાલા પો.સ્ટે વિસ્તારમાં હુડકો-નં-૦૨ વિસ્તારમાંથી મોટી ગરમલી જવાના રોડ પર આવેલ પ્રથમ પુલ પાસે થી લુટમાં ગયેલ મુદામાલ સાથે આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ મુદ્દામાલની વિગત-
(૧)એક ઓપી કંપનીની એન્ડ્રોઇડ મૉબાઇલ ફોન કી.રૂ ૧૫૦૦/-
રોકડ રકમ ૭૦૦
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ગોરધનભાઇ ઉર્ફે કાબો ગોવિંદભાઇ માથાસુળીયા ધંધો-મજુરી રહે.ચાલાલા તા-ધારી .જી.અમરેલી.
(૨) રમેશભાઇ બકુલભાઇ માથાસુળીયા ધંધો મજુરી તો ચાલાલા તા-ધારી .જી.અમરેલી
પકડાયેલ આરોપી ગોરધન ઉર્ફે કાબો ગોવિંદભાઇ માથાસુનીયાનો ગુન્હાહિત ઇતિહાસ-
(૧) ચલાલા પો.સ્ટે ફર્સ્ટ ગુ૨ ૧૩૦૧-૨૦૧૮ ઇ.પી.કો.ક.૩૨,૫૦૬(૨) વિ.મુજબ
(૨) ચલાલા પો.સ્ટે સેકાન્ડ ગુ.ર. ૧૬/૨૦૧૭ ઇ.પી.કો.ક.૨૮૩ મુજબ
આ કામગીરી ચલાલા પો.સ્ટે.ના પોલીસ સબાન્સ.શ્રી કે.એલ ગળચર સાહેબ તથા ચલાલા પો.સ્ટે.સર્વેલના ટીમના હેડ.કોન્સ યુવરાજભાઇ વાળા તથા તથા પો.કોન્સ મહેન્દ્રસિંહ સરવૈયા તથા પો.કોન્સ નજુભાઇ વાળા તથા હેડ.કોન્સ ભગીરથભાઇ ધાધલ તથા હેડકોન્સ જયેશભાઇ બોરીસાગર તથા હેડ કોન્સ ઇકબાલભાઇ કાલીયા તથા પો.કોન્સ પ્રકાશભાઇ માધડ વી, પોલીસ સ્ટાફ ઘરા કરવામાં આવેલ છે.
ક્રાઈમ રિપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


