પોલીસનાં દરોડા દરમિયાન, 8 આરોપી રૂ.83 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવતો
જેતપુરમાં સાડીના કારખાનામાં ચાલતી જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી 8 આરોપીને રૂ.83 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી.જેતપુર સિટી પોલીસે ગુનો નોંધ્યો.
આ અંગે મળતી વિગત મુજબ જેતપુર સિટી પોલીસ સ્ટાફને બાતમી મળતા જીથુડી રોડ પર, કેનાલ પાસે, વડાલીયા ઉદ્યોગનગરમાં આવેલા પાર્થ પ્રોસેસીંગ કારખાનામાં ઠેકેદાર તરીકે કામ કરતો અને ત્યાં જ રહેતો અનિષકુમાર સુખરામ ચૌધરી (ઉ.વ.31) કારખાનામાં જુગારના સાધનો પુરા પાડી, જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવે છે. જે સ્થળ પર દરોડો પાડતા આરોપી અનિષ સાથે જુગાર રમતા હીરા બાપુલાલ પાસવાન (રહે. રાધારમણ કારખાનામાં, જેતપુર), જગદીશ બટુક વિકાણી (રહે.શક્તિ સોસા. જેતપુર), રવિ કરશન પાથર (રહે.વૃંદાવન પાર્ક, જેતપુર), ઉમેદ નાજા તગમડીયા (જલારામનગર – 3, જેતપુર), પપ્પુકુમાર પ્યારે ચૌહાણ(રહે.રમણ કારખાનામાં, જેતપુર), મનોજલાલા ઉમાશંકર લાલા (રહે.ખોડપરા, જેતપુર), અનિલ રાજરામ બલીરાય(રહે. પાર્થ પ્રોસેસ કારખાનામાં)ને ઝડપી લઈ 13340ની રોકડ, 3 મોબાઈલ ફોન, 2 બાઇક મળી રૂ. 83340નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
