Jammu and Kashmir

G20 દેશોના પ્રતિનિધિઓ પર આતંકી હુમલાનું કાવતરું

શ્રીનગર
ચીન અને પાકિસ્તાનના ષડયંત્રનો અહેસાસ કરાવનારા અહેવાલના આધારે, ય્૨૦ દેશોના પ્રતિનિધિઓની બેઠકમાં કોઈપણ ખરાબ ઘટના ન બને તે માટે સુરક્ષા દળો હાજર રહ્યા હતા. દ્ગજીય્ અને માર્કોસ જેવા મજબૂત સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા હતા. શ્રીનગરને કસ્ટડીમાં લેવામાં આવ્યું છે, જેથી જાે કોઈ શંકા હોય તો એલર્ટ કરી શકાય. વિદેશી મૂડીરોકાણ અને વિકાસને અવરોધવાના ષડયંત્રનું વિચારીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે આતંકવાદીઓને વળતો જવાબ આપવાનું શરૂ કર્યું છે.સુરક્ષા દળોએ આતંકવાદીઓની મુંબઈ જેવો આતંકવાદી હુમલો કરવાની યોજનાને નિષ્ફળ બનાવી દીધી અને ય્૨૦ સમિટને સફળ બનાવવા સખત મહેનત કરી. દરેક હલચાલને ધ્યાનમાં રાખીને દ્ગજીય્ અને એ મીટિંગ વિસ્તાર પર નિયંત્રણ મેળવ્યું. ગુલમર્ગમાં વિદેશી પ્રતિનિધિઓ જ્યાં રોકાય છે તે હોટલને આતંકવાદીઓએ નિશાન બનાવ્યું હોવાની જાસુસી એજન્સીઓને જાણ થઈ છે. આ સાથે જી-૨૦ પ્રવાસન પ્રતિનિધિઓ જે હોટલમાં રોકાયા છે તે હોટલનું સ્થળ બદલવામાં આવ્યું છે. સમયાંતરે સ્થળને ગુલમર્ગથી બીજા વિસ્તારમાં ખસેડવામાં આવતું હતું.પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ ગુલમર્ગમાં મુંબઈ સ્ટાઈલ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે હોટલમાં કામ કરતા એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. જી-૨૦ સમિટ સોમવાર અને મંગળવારે શ્રીનગરમાં યોજાશે. આ કોન્ફરન્સમાં લગભગ ૬૦ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. પરંતુ ૈંજીૈંએ ય્૨૦ સમિટમાં વિક્ષેપ પાડવાનું કાવતરું ઘડ્યું હતું. ૈંજીૈં ષડયંત્રનો ખુલાસો થયા બાદ શ્રીનગરમાં ય્૨૦ સ્થળની નજીક સુરક્ષા વધારી દેવામાં આવી હતી. ખાસ કરીને એવા વિસ્તારોમાં કે જ્યાં પ્રતિનિધિઓ મુલાકાત લેવાના હતા, ત્યાં દ્ગજીય્ અને ડલ લેકમાં માર્કોસ કમાન્ડો સાથે સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આ ઉપરાંત જમ્મુમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ચિનાબ નદીમાં સ્છઇર્ઝ્રંજી સાથે હવાઈ સુરક્ષા પણ કરવામાં આવ્યા હતી.મીડિયા અહેવાલના આધારે જાસુસી સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કાશ્મીર જી-૨૦ દેશોના પ્રતિનિધિઓ પર આત્મઘાતી હુમલો કરવાનું કાવતરું હતુ. આનાથી મોટો ખતરો ટળી ગયો છે. એવું લાગે છે કે આતંકવાદીઓએ એક જ સમયે ત્રણ સ્થળોએ હુમલો કરવાની યોજના બનાવી હતી. શ્રીનગરમાં ડ્રોન અને સીસીટીવીથી સુરક્ષા ગોઠવવામાં આવી હતી. આતંકવાદી ધમકીઓથી ડર્યા વગર કોન્ફરન્સને સફળ બનાવવા તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *