મહેસાણા
મહેસાણા બાયપાસ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. ટ્રક ચાલકે બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક ચાલક યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. પાટણના ચાણસ્મા તાલુકા ધરમોડા ગામનો યુવક બાઈક લઇ ગાંધીનગર ખાતે પોતાના ભાઈને મળવા જતો હતો ત્યારે મહેસાણા બાયપાસ હાઈવે ઉપર હિન્ડુંવા ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે ટક્કર મારી હતી. ટ્રકની ટક્કરે બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.
