Gujarat

લીલીયામોટા સામુહીક આરોગ્ય કેન્દ્રમાં અનિય મીતતા બાબતે આરોગ્ય મંત્રી ને પત્ર પાઠવાયો

લીલીયા મોટા ની સિવિલ હોસ્પિટલ માં કેટલાય સમયથી રાત્રીના સમયે જવાબદાર ડોકટર હાજર રહેતા નથી.અને અમરેલી રહેણાંક હોવાથી ત્યા દરરોજ જતા રહે છે.જેથી રાત્રીના સમયે જો કોઈ ઈમરજન્સી કેસના દર્દી આવે તો તેની યોગ્ય સારવાર મળતી નથી.બહેનો ને ડીલેવરી કેસ,હાર્ટ એટેક કેસ,કે એકસીડન્ટ કેસમા લીલીયા ૩૭ ગામના લોકોને જયારે ૧૦૮ ઘ્વારા નિયમાનુસાર લીલીયામોટા સીએચસી મા લાવવામા આવે છે. ત્યારે ડોકટરની ગેરહાજરીના કારણે અમરેલી મોકલવામા આવે છે. લીલીયામોટા સીએચસી થી અમરેલી ૧૮ કી.મી જવા માટે આવા ઈમરજન્સી દર્દીઓ ના જીવ જોખમાય છે .તેમજ હાલ ઉનાળા ની ખુબ જ ગરમી હોય આ લીલીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મા પીવાના પાણી નુ ફીલ્ટર પ્લાન બંધ પડેલ છે,જેના કારણે દર્દી અને સાથે આવેલા લોકો હેરાન પરેશાન થાય છે અને સાજા લોકોબિમાર પડી જાય છે.હાલ આ પ્રા.આ.કેન્દ્ર મા ડાયાલીસીસ ના ત્રણ મશીન છે.પરંતુ ત્રણેય બંધ પડેલ છે.જેના કારણે દર્દીઓ ખુબજ હેરાન પરેશાન થાય છે.આવા અંત્યંત જરૂરી પ્રશ્નો ને કોઈ જવાબદાર વ્યકિત ધ્યાન આપતુ નથી ત્યારે લીલીયા ચેમ્બર ઓફ કોમર્સ ના ઉપપ્રમુખ ઘનશ્યામ બારૈયા દ્વારા આરોગ્ય મંત્રી DDO જિલ્લા આરોગ્ય અધિકારી કલેકટર ને પત્ર પાઠવી વિનંતી કરવા માં આવેલ છેકે રાત્રીના સમયે ડોકટર સાહેબ હાજર રહે,પાણી ની સુવિધા વ્યવસ્થીત થાય અને બંધ પડેલા ડાયાલીસીસ મશીન ચાલુ કરાવી આપવા  લેખિત રજુઆત કરવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *