નવીદિલ્હી
આઈપીએલ-૧૬ની ફાઈનલની અમુક ક્ષણ અગાઉ જ ચેન્નઈ સુપર કિંગ્સનાં બેટર અંબાતી રાયડુએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. રાયડુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખી આઈપીએલ-૧૬ની ફાઈનલને પોતાના ૈંઁન્ કરિયરની અંતિમ મેચ ગણાવી હતી. રાયડુએ પોસ્ટમાં લખ્યું કે,‘૨ દિગ્ગજ ટીમો મુંબઈ અને ચેન્નઈ માટે રમ્યો. ૨૦૪ મેચ, ૧૪ સિઝન, ૧૧ પ્લેઓફ, ૮ ફાઈનલ, ૫ ટ્રોફી અને આશા છે કે છઠ્ઠી પણ જીતીશ.’ ૩૭ વર્ષીય રાયડુએ આગળ લખ્યું કે,‘આ ઘણી લાંબી યાત્રા રહી. મે ર્નિણય લીધો છે કે ૈંઁન્-૧૬ની ફાઈનલ આઈપીએલમાં મારી અંતિમ મેચ રહેશે. મને આ મહાન ટૂર્નામેન્ટમાં રમવાની મજા આવી. તમામનો આભાર. હવે કોઈ યુ-ટર્ન નહીં.’રાયડુએ ગુજરાત સામેની ફાઈનલ અગાઉ ૨૦૩ આઈપીએલ મેચમાં ૨૮.૨૯ની સરેરાશથી ૪૩૨૦ રન કર્યા હતા. જેમાં તેણે ૨૨ અડધી સદી અને ૧ સદી ફટકારી હતી. જાેકે, વર્તમાન સિઝન રાયડુ માટે ખાસ નથી રહી. તેણે ૧૫ મેચમાં ૧૫.૪૪ની સરેરાશથી માત્ર ૧૩૯ રન જ કર્યા. મોટાભાગની મેચમાં તે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે જ ટીમમાં સ્થાન મેળવી શક્યો હતો. ગત વર્ષે પણ તેણે આઈપીએલ દરમિયાન ટિ્વટ થકી નિવૃત્તિની જાહેરાત કરી હતી. જાેકે, રાયડુ એ આ વખતે સ્પષ્ટ કર્યું છે કે- હવે તે નિવૃત્તિ બાબતે યુ ટર્ન નહીં લે. ૨૦૧૯ વર્લ્ડ કપમાં સ્થાન ના મળતા નિવૃત્તિ લીધા બાદ ૨ મહિના બાદ જ કમબેક કર્યું હતું. રાયડુ એ ભારત માટે ૫૫ વન-ડે રમતા ૧૬૯૪ રન કર્યા, ૧૨૪* શ્રેષ્ઠ સ્કોર રહ્યો. ૩ સદી અને ૧૦ અડધી સદી ફટકારી. તે માત્ર ૬ ટી-૨૦ રમ્યો અને ૪૨ રન જ કરી શક્યો.


