Gujarat

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ એજ્યુકેશન વર્લ્ડ ઈન્‍ડીયા હાયર એજ્યુકેશન રેન્કીંગ્સ ૨૦૨૩-૨૪ અંતર્ગત સમગ્ર ભારતમાં સાતમો તેમજ ગુજરાત રાજ્યમાં બીજો ક્રમાંક મેળવ્યો

તાજેતરમાં એજ્યુકેશન વર્લ્ડ દ્વારા દિલ્હી ખાતે ઈન્‍ડીયા હાયરએજ્યુકેશન રેન્કીંગ્સ ૨૦૨૩-૨૪ જાહેર કરેલ છે. આ રેન્કિંગમાં રાજયનીસરકારી કૃષિ યુનિવર્સિટીઓ તેમજ કેન્‍દ્ર સરકારની કૃષિ યુનિવર્સિટીઓનેરેન્‍કિંગ આપવામાં આવેલ છે. જેમાં ફેકલ્ટીની ક્ષમતાફેકલ્ટી વેલ્ફેર એન્ડડેવલપમેન્ટ રીસર્ચ એન્‍ડ ઈનોવેશન અભ્યાસક્રમ અને તેની વિવિધતા ઔદ્યોગિક ઈન્‍ટરફેસ પ્લેસમેટ ઈન્‍ફ્રાસ્ટ્રક્ચર આંતરરાષ્ટ્રીયવાદ લીડરશીપ/ગવર્નન્સ ક્વોલીટી અને અન્ય પેરામીટર્સને ધ્યાને લેવામાંઆવેલ અને આ તમામ પેરામીટર્સને આધારે યુનિવર્સિટીઓના રેન્કિંગની ગણતરી કરવામાં આવી હતી.

જે અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ૧૩૦૦માંથી ૯૧૫ ના સ્કોર સાથે સમગ્ર રાજયમાં બીજો ક્રમ તથા સમગ્ર દેશમાં આવેલ કૃષિ યુનિવર્સિટીઓમાં સાતમો ક્રમ મેળવેલ છે. જેના માટે ડો. વી.પી. ચોવટિયા કુલપતિશ્રી તથા ડો. પી.એમ. ચૌહાણ  કુલસચિવશ્રીએ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના તમામ આચાર્યશ્રી/ડીનશ્રીઓ યુનિવર્સિટી, અધિકારીશ્રીઓ તેમજ શિક્ષકશ્રીઓ અને કર્મચારીશ્રીઓને ઉત્તકૃષ્ટ કામગીરી કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અને યુનિવર્સિટીની ઉત્તરોતરપ્રગતી થકી વિદ્યાર્થીઓ  ખેડુતો તથા અન્ય સ્ટેક હોલ્ડર્સને ઉપયોગી કાર્યો કરવા માટે સર્વે સ્ટાફને શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *