Gujarat

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામના ગ્રામજનોએ વીજ કનેક્શનને લઈને જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપ્યું

છોટાઉદેપુર તાલુકાના રંગપુર ગામના ગ્રામજનો છેલ્લા કેટલાક વર્ષોથી વીજ કનેક્શન ના હોવાને લઇને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ કોઈ અધિકારી તેઓની રજૂઆત સાંભળતા નથી, આજે મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું , અને વીજ કનેક્શનનો પ્રશ્ન હલ થાય તેવી માગ કરાઇ હતી.

સાથે આ અંગે ગામના આગેવાન કાંતિભાઈ એ જણાવ્યું હતું કે અમારે લાઈટની બહુ તકલીફ છે 12થી 13 વર્ષ થયા પણ હજુ સુધી કોઈ નિકાલ થતો નથી વારંવાર અરજી કરવા છતાં કોઈપણ નિકાલ થયો નથી મધ્ય ગુજરાત વીજ કંપની પર ગયા તો અધિકારીએ જણાવ્યું કે અમારી ઓફિસ પર હજુ સુધી અરજી આવી નથી જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત કરીએ છીએ અને લાઈટ ના પ્રશ્નનો નિકાલ થાય તેવી માંગ કરીએ છે એમ જણાવ્યું હતું
આ અંગે ગુમાનભાઈ એ જણાવ્યું હતું કે લાઈટ ના લીધી અમને બહુ તકલીફ પડે છે 12 13 વર્ષ થયા પરંતુ લાઈટનો કોઈ નિકાલ નથી આવતો અમે ગામ લોકોએ સરપંચને પણ રજૂઆત કરી પરંતુ કોઈ નિકાલ થયો નથી તો આજે જિલ્લા સેવા સદન ખાતે રજૂઆત કરીએ છીએ અને પ્રશ્નોનો નિકાલ થાય તેવી માંગ કરીએ છે એમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

VideoCapture_20230601-164639.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *