Gujarat

બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની બિનહરીફ વરણી

બનાસકાંઠા
બનાસ ડેરીના ચેરમેન તરીકે શંકર ચૌધરીની વરણી થઇ છે. નિયામક મંડળીની બેઠકમાં બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનના નામની જાહેરાત કરવામાં આવી છે. બનાસ ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરીની ફરી એકવાર ચેરમેન પદે બિનહરીફ વરણી થઇ છે. તો ભાવાભાઈ રબારીને પણ વાઈસ ચેરમેન પદે રિપીટ કરાયા છે. અઢી વર્ષની મુદત હતી. જે હવે પૂર્ણ થઇ ગઇ છે. જેને કારણે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં આજે બનાસ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે. શંકર ચૌધરી હાલ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પણ છે. તેની સાથે જ તેઓ બનાસ ડેરીના ચેરમેન તરીકે પણ રિપીટ થતા તેની પણ જવાબદારી નિભાવતા રહેશે.બનાસ ડેરીની સ્થાપના સ્વર્ગસ્ત ગલબાભાઈ નાનજીભાઇ પટેલે કરી હતી. તે વખતે તેઓ ચેરમેન હતા. ત્યારબાદ દલુંભાઈ દેસાઈ ચેરમેન બન્યા હતા. ત્યારબાદ પરથી ભાઈ ભટોળ બન્યા જેઓ ૨૨ વર્ષ સુધી ચેરમેન રહ્યા હતા. છેલ્લા ૭ વર્ષથી શંકર ભાઈ ચૌધરી ચેરમેન રહ્યા હતા. બનાસ ડેરીમાં ચેરમેન સહિત ૧૬ ડિરેકટરો છે.

File-02-Page-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *