સમગ્ર જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવતા લોકોના એક દિવસ અગાઉ લગાવેલ પતરા ઉડવા માંડ્યા અને ઝાડની ડાળીઓ પડતા કેટલા ઘરોમાં ભારે નુકસાની નો સામનો કરવો પડ્યો છે અમુક ઘરોની આગળ ઝાડની ડાળીઓ પડતા તેમના મકાનો બ્લોક થઈ ગયા હતા અને રોડ ઉપર પણ ઝાડો પડતા બોડેલી તરફ જતો રોડ બ્લોક થઈ ટ્રાફિક જામ ની સમસ્યા ઊભી થઈ હતી
બોડેલી ના જબુગામ બજારમાં તો ગામના યુવાનો દ્વારા ઝાડની ડાળીઓ હટાવી રસ્તો ખોલવામાં આવ્યો
આમ બે દિવસ અગાઉ જ વાવાઝોડા એ તબાહી મચાવી હતી અને ફરી એકવાર વાવાઝોડાના કારણે સમગ્ર વિસ્તારમાં લોકોને તબાહીનો સામનો કરવો પડ્યો છે અને ભારે નુકસાન જોવા મળે છે
કેટલાક લોકોની ગાડી તથા છકડા ઉપર ઝાડની ડાળીઓ પડતા નુકસાની નો સામનો કરવો પડ્યો છે
આજે સવારે 8:00 થી 09 ના સમયમાં બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વાવાઝોડું હતું જેને લઈને બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લાને જોડતા મુખ્ય માર્ગો પર અસંખ્ય ઝાડ પડતા ટ્રાફિકજામના દ્રશ્યો પણ સજાયા હતા બોડેલીમાં અનેક જગ્યાઓ પર હોર્ડિંગ્સ ઉડ્યા હતા અનેક મકાનોના છાપરા પણ ઉડ્યા હતા લગભગ 20 થી 25 મિનિટ સુધી ભારે પવન ફૂંકાયો હતો ભારે પવન ફૂંકાતા અનેક મકાનોમાં નુકસાન જોવા મળ્યું હતું
અને ફરી એકવાર વીજ પુરવઠો બોડેલી ખાતે બંધ થઈ ગયો છે અને જાનની ડાળીઓ પડતા થાંભલાઓ પણ ધરાશાય થયા છે
સમગ્ર જિલ્લામાં સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને અચાનક વાવાઝોડા સાથે વરસાદ આવતા લોકોના એક દિવસ અગાઉ લગાવેલ પતરા ઉડવા માંડ્યા અને ઝાડની ડાળીઓ પડતા કેટલા ઘરોમાં ભારે નુકસાની નો સામનો કરવો પડ્યો છે અમુક ઘરોની આગળ ઝાડની ડાળીઓ પડતા તેમના મકાનો બ્લોક થઈ ગયા હતા અને રોડ ઉપર પણ ઝાડો પડતા બોડેલી તરફ જતો રોડ બ્લોક થઈ ટ્રાફિક જામ ની સમસ્યા ઊભી થઈ હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર