સુરત
સુરતના હજીરાથી પલસાણા તરફ જઈ રહેલ હાઈવે પર દોડી રહેલા ટ્રેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટ્રેલરમાંથી ધુમાડા નીકળતા જણા હતા. રસ્તામાં જ ટ્રેલરને ઊભું રાખી ડ્રાઇવર અને ક્લીનર ઉતરી ગયા હતા. સદનસીબે ડ્રાઇવર અને ક્લીનરનો બચાવ થયો હતો. ઘટનાને પગલે હાઈવે પર અફરાતફરી સર્જાઇ હતી. સુરતમાં કાર મોપેડ અને ટેમ્પા-ટ્રકમાં આગ લાગવાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. વધુ એક બનાવ સુરતના હજીરા હાઇવે પર સામે આવ્યો છે. હજીરા પલસાણા નેશનલ હાઇવે પર થી પસાર થઈ રહેલ ટ્રેલરમાં અચાનક આગ લાગી ઉઠી હતી. રસ્તા પરથી ટ્રેલર દોડી રહ્યું હતું ત્યારે અચાનક જ ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી.સ્તા પર પસાર થઈ રહેલા ટ્રેલરમાં એન્જિનમાં આગ લાગી હોવાની જાણ ડ્રાયવરને ત્યાંથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકે કરી હતી. જેને લઇ તાત્કાલિક ડ્રાયવરે ટ્રેલરને રસ્તા વચ્ચે જ ઉભું રાખી દીધું હતું અને ટ્રેલરમાંથી ઉતરી ગયા હતા. સમય સૂચકતા વાપરી ડ્રાયવર અને ક્લીનર ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો.હજીરા હાઇવે પર ટ્રેલરમાં આગ લાગી ઉઠતા આ વિસ્તારમાં ભારે અફરા તફરી સર્જાઈ હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો. બીજી તરફ હજીરા વિસ્તારમાં જુદી જુદી કંપનીઓ આવી હોવાથી જે જગ્યાએ આગ લાગી હતી, તેની નજીકમાં દ્ગ્ઁઝ્ર ની કંપની આવી હતી. ત્યારે આ કંપનીનો ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપનીની ફાઈલ ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. બીજી તરફ ઘટનાને લઇ રસ્તા પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.


