Gujarat

કઠલાલ નગરમાં આવેલ શ્રીજી સોસાયટી યુવક મંડળ દ્વારા વેશભૂષા નો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ નગરના ચોકડી વિસ્તારમાં આવેલ શ્રીજી સોસાયટી ના યુવકો દ્વારા નવરાત્રિ તેમજ શરદ પૂર્ણિમા મહોત્સવ નો કાર્યક્રમ ધામધૂમથી ઉજવવામાં આવ્યો આ પ્રસંગે સોસાયટીના મિત્રો દ્વારા સુંદર વેશભૂષા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો આ કાર્યક્રમમાં નાના બાળકોથી લઇ વયોવૃદ્ધ બહેનો અને ભાઈઓએ ઉમંગભેર ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ૪૦થી વધારે પ્રતિસ્પર્ધીઓ હતા તેમાં આવનારા વીસ ધારણ કરી બેન અને ભાઈઓએ ખૂબ જ સુંદર આકર્ષણ જમાવ્યું હતું આ વેશભૂષા દરમિયાન અનુક્રમે 1 થી ૩ માં આવેલ દરેક સ્પર્ધકને ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ અન્ય પ્રતિસ્પર્ધીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા હતા આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ તેમજ સભાસદો ઉપસ્થિત રહ્યા હતા તેમનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું છેલ્લા ૩૧ વર્ષથી ઉજવાતા આ નવરાત્રિ તેમજ શરદપૂર્ણિમાના તહેવાર નિમિત્તે ચાલુ સાલે પણ લોકોએ ખૂબ જ ઉમળકાભેર ભાગ લીધો હતો તેમજ છેલ્લા પંદર દિવસથી કરેલ મહેનતના ફળ સ્વરૂપે દરેક યુવાન મંડળના સભ્યોને પ્રમુખ દ્વારા બિરદાવવામાં આવ્યા હતા આમ શ્રીજી સોસાયટી દ્વારા ચાલુ સાલે પણ ભવ્ય ગરબા અને વિશા નું આયોજન કરવામાં આવ્યું હતું

IMG-20211022-WA0034.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *