Gujarat

અલીપુરા ચાર રસ્તા થી રેલવે ફાટક સુધી હાઇવે રોડની બન્ને બાજુ રેતીના થર જામતા બાઈક ચાલકોને અકસ્માતનો ભય

બોડેલી રેલવે ફાટક પાસે હાઈવે પર રેતીના થરને લઈને વાહનચાલકોને અકસ્માતની ભીતિ

બોડેલી પાસે આવેલ ઓરસંગ નદી માંથી દિવસ રાત રેતી ભરેલી ટ્રકોની આવન જાવન થતી હોવાથી આ ટ્રકો માંથી રસ્તાઓ ઉપર રેતી વેરાતી હોવાથી તેમાંય જબુગામ જેતપુર તરફ મોટા પાયે રેતીની લીઝો આવેલી છે જેને લઈને અલીપુર ચોકડી થી ફાટક તરફ હાઈવે પર તરફના રોડ ઉપર રોડની બન્ને બાજુની ધારો ઉપર રેતીના મોટા પાયે થર જામતા રોજ રોજ બાઈકો સ્લીપ ખાઈ જવાના બનાવો બની રહ્યાછે તેમાંય કેટલા અકસ્માતો ભંયકર થયેલા પણ છે બોડેલી અલીપુરા થી રેલવે ફાટક સુધી રોજની હજારો વાહનો પસાર થાય છે અને મોટા પ્રમાણમાં રેતી ભરેલી ટ્રકો અહીંથી પસાર થાય છે ત્યારે રોડની બંનેઓ સાઈટ રેતીના થર જામતા વારંવાર બાઈક ચાલકો સ્લીપ ખાઈને પડે છે અને અકસ્માતના બનાવો બની રહ્યા છે જેને લઈને તંત્ર  દ્વવારા આ રેતીના થર વહેલી તકે સાફ કરવામાં આવે તેવી બાઈક ચાલકો માંગ કરી રહ્યા છે

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230610-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *