શ્રી ગૌતમ પરમાર, પોલીસ મહાનિરીક્ષક ભાવનગર રેન્જ તથા શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક અમરેલી દ્વારા આવનાર દિવસમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય, જેથી રાજ્યમાં દારૂ તથા જુગારની ગેરકાયદેસર થતી પ્રવૃતિ અંકુશમાં લેવાના ઉદ્દેશથી અમરેલી જીલ્લામાં દારૂ-જુગારની બદ્દી દુર કરવા આવી પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના પર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જેથી પરીણામલક્ષી કામગીરી કરી આવી ગુન્હાહિત પ્રવૃતી કરતા ઇસમોને ઝડપી પાડવા માટે શ્રી જે.પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ ખાનગી રાહે હકીકત આધારે અમરેલી માચીયાળા બાયપાસ, લાઠી ચોકડી તરફ જતા રોડે મહિન્દ્રા સ્કોર્પીઓ ગાડીના લખેલ ફોરવ્હીલ નંબર- GJ-10-CG-5000 ગાડી કિ.રૂ.૫,૦૦,૦૦૦/- માં ભારતીય બનાવટની વિદેશી દારૂની (૧) મેકડોવેલ્સ નંબર – ૧, કલેકશન વ્હીસ્કી ઓરીઝનલની ૭૫૦ એમ.એલ.ની કંપની રીંગપેક કાચની બોટલો નંગ -૧૬૯ જેની કિ.રૂ. ૪૮,૮૪૧ /- (૨) રોયલ ચેલેન્જ, ફાઇન રીઝર્વ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ.ની કંપની રીંગ પેક કાચની બોટલો નંગ – ૯૭ જેની કિ.રૂ. ૨૬,૮૬૯ /- ના પ્રોહી. મુદ્દામાલ સાથે હેરાફેરી કરતા આરોપી ફોરવ્હીલ ચાલક હાજર મળી આવેલ નહી અને કુલ કિ.રૂ. ૫,૭૫,૩૧૦/- ના પ્રોહિ મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે અને આરોપી વિરૂધ્ધ પ્રોહિબીશન એક્ટ, IPC એક્ટ તેમજ MV એક્ટ મુજબ ધોરણસર થવા કાર્યવાહિ કરેલ છે.
આરોપીની વિગત – મહિન્દ્રા સ્કોર્પીઓ ગાડી નંબર- GJ-10-CG-5000 નો ચાલક
આ કામગીરી શ્રી હિમકર સિંહ, પોલીસ અધિક્ષક સાહેબ, અમરેલી નાઓની સુચના હેઠળ શ્રી જે,પી.ભંડારી, નાયબ પોલીસ અધિક્ષક સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ, શ્રી પી.બી.લક્કડ ઇન્સા.પોલીસ ઇન્સપેક્ટર તેમજ અમરેલી તાલુકા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


