Gujarat

પ્રથમ દિવસે નાજાપુર, ઝીંઝુડા અને ચિરોડા પ્રાથમિક શાળામાં ભૂલકાઓને શાળામાં આવકારશે

રાજ્યના સામાજિક ન્યાય અધિકારિતા તથા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન મેંદરડા તાલુકાના શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે. ત્રિ-દિવસીય આ શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે એટલે કે, તા.૧૨મી જૂનના રોજ સવારે ૮ કલાકે નાજાપુર, ત્યાર પછી ઝીંઝુડા અને ચિરોડા પ્રાથમિક શાળામાં ભૂલકાઓને આવકારશે.

તેઓ તા.૧૩-૬-૨૦૨૩ના રોજ માનપુર,  નાની ખોડિયાર, કેનેડીપુર, માલણકા, કાંઠળા તથા ગડકીયા નેસ અને તા.૧૪-૬-૨૦૨૩ના હરિપુર, સાસણ અને અમૃતવેલ-શીરવાણ પ્રાથમિક શાળાના શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *