Gujarat

તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી/બાલમંદિરમાં કુલ ૩૦૩, બાલ વાટિકામાં કુલ ૪૪૯ અને ધો.૦૧માં ૧૪ બાળકોએ પ્રવેશ લીધો

 ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલ્ફર એન્ડ કો ઓપરેશન ઉપસચિવશ્રી, રાજેન્દ્રકુમાર પંડ્યા અને ઈ.ચાર્જ કલેક્ટર શિવાની ગોયેલે નવા સત્રના બાળકોને શાળા પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કર્યા
***
આજે તા. ૧૨/૦૬/૨૦૨૩ ના રોજ સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે ખેડા જિલ્લાનાં ગળતેશ્વર તાલુકામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી/બાલમંદિરમાં કુલ ૩૦૩, બાલ વાટિકામાં કુલ ૪૪૯ અને પ્રથમ વર્ષમાં ૧૪ બાળકોએ પ્રવેશ લીધો હતો, જે પૈકી ૨ દિવ્યાંગ બાળકોએ પોતાની શિક્ષણ સફરની શરૂઆત કરી હતી.
સોનીપુર પગાર કેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે જિલ્લા ઈ.ચાર્જ કલેક્ટર શિવાની એ. ગોયલ અને પરબિયા ગામ પ્રાથમિક શાળા ખાતે ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલ્ફર એન્ડ કો ઓપરેશન ઉપસચિવ શ્રી રાજેન્દ્રકુમાર પંડ્યાએ નવા સત્રના બાળકોને શાળા પ્રવેશ કરાવી પ્રોત્સાહિત કર્યા હતા. જેમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું સન્માન, વૃક્ષારોપણ, વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ વિષય પર નિબંધ પઠન કરવામાં આવ્યું હતું. પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બાલવાટીકા, આંગણવાડી અને પ્રથમ ધોરણનાં નવા પ્રવેશતા બાળકોને હર્ષપુર્વક વધાવી લેવામાં આવ્યા હતા તથા આ બાળકોને સ્કુલ બેગ, પાણીની બોટલ અને આંગણવાડીના બાળકોને પોષણકીટ વિતરણ કરવામાં આવી હતી.
ઉપરાંત શાળામાં ઉચ્ચ મેરીટ લાવનાર, હાજરીમાં નિયમિત અને કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સેટ)માં પાસ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ નવો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓના વાલીઓએ પોતાના બાળકોના ઉજ્વળ ભવિષ્ય માટે આશા વ્યક્ત કરી હતો તેમજ શાળા પ્રવેશોત્સવથી બાળકો તેમજ વાલીઓને શિક્ષણની અનિવાર્યતા સમજવામાં મદદ મળતી હોવા અંગે આ કાર્યક્રમને બિરદાવ્યો હતો.
આ પ્રસંગે ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર ફાર્મર વેલ્ફર એન્ડ કો ઓપરેશન ઉપસચિવશ્રી, રાજેન્દ્રકુમાર પંડ્યાએ વાલીઓને તેમનાં બાળકોને મોબાઈલ અડીક્શનથી દુર રાખી રમત-ગમત, વૃક્ષારોપણ તથા પર્યાવરણના મુદ્દે કાર્યરત કરવા જરૂરી પ્રોત્સાહન પુરુ પાડવા ખાસ અનુરોધ કર્યો હતો. શિક્ષકોને કેળવણી ઘડતરના પાયામાં અનિવાર્ય અંગ ગણાવતા જિલ્લા ઈ.ચાર્જ કલેક્ટર શિવાની એ. ગોયલે જણાવ્યું કે વિદ્યાર્થી અવસ્થામાં નિયમિતતા, માતા-પિતા, વડીલો, ગુરુજનોનો આદર તથા વ્યક્તિના જીવન ઘડતરમાં શિક્ષણ ખૂબ મહત્વનો અંગ છે. વિદ્યાર્થીઓ નિયમિત શાળામાં આવે, ગૃહકાર્ય કરે તે હેતુ વાલીઓ તથા શિક્ષકોને સવિશેષ તકેદારી રાખવાનું સુચન ઈ.ચાર્જ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતુ.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં સોનીપુર પગારકેન્દ્ર પ્રાથમિક શાળા ખાતે ગળતેશ્વર તાલુકા વિકાસ અધિકારીશ્રી અરવિંદ પ્રજાપતિ, સીઆરસી  ખિમજીભાઈ ગોહેલ, બીઆરસી  સંદીપ પટેલ, શાળા આચાર્ય શ્રી પ્રવીણ પટેલ, એસએમસી કમીટીના સભ્યો તથા પરબિયા ગામ પ્રાથમિક શાળા ખાતે વાઘરોલી સીઆરસી શ્રીમતિ ફરઝાનાબેન રૈયોલીવાલા, ગ્રામ સભ્ય, શાળા આચાર્યશ્રી કીરીટભાઈ મકવાણા, એસએમસી કમીટીનાં સભ્યો, શાળાનાં બાળકો અને તેમના વાલીઓ, આંગણવાડી બહેનો, શાળા શિક્ષકો તથા મોટી સંખ્યામાં ગ્રામલોકો ઉપસ્થિત રહ્યા હતા.

IMG-20230612-WA0055.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *