બોડેલી થી જબુગામ , સુસ્કાલ હાઈવે નંબર 56 પર વૃક્ષોની ડાળીઓ તૂટેલી હાલતમાં લટકી રહી છે બોડેલી થી છોટાઉદેપુર ને જોડતો હાઇવે પર વાવાઝોડા ને લઈને વારંવાર વૃક્ષો રોડ પર પડી જાય છે અને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાય છે અકસ્માત થાય છે અને નવી પડાયેલા વૃક્ષોને લઈને વાહન ચાલકો સામે જોખમ સેવાઈ રહ્યું છે ટૂંક સમય અગાઉ વાવાઝોડાને લઈ અનેક વૃક્ષોની ડાળીઓ તથા વૃક્ષો ધરાશાય થયા હતા જેમાં અમુક ડાળખીઓ ઝાડ ઉપર જ લટકી રહી છે પરંતુ તંત્ર દ્વારા જે તે સમયે રોડ ચાલુ કરવા માટે મુખ્ય મુખ્ય ઝાડ હટાવી ને રોડ ચાલુ કરી દેવામાં આવ્યું હતું. આજે આટલા દિવસ થયા છતાં તંત્ર દ્વારા રોડના ઝાડ ઉપર લટકેલી ડાળખીઓ હટાવવામાં આવતી નથી આવનારા સમયમાં વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી પણ થઈ રહી છે ત્યારે વહેલી તકે વૃક્ષો પરથી તૂટેલી ડાળીઓ અને નમેલી ડાળીઓ દૂર કરવામાં આવે તેમ વાહનચાલકો માંગ કરી રહ્યા છે
બોડેલી થી જબુગામ હાઇવે પર ચોમાસા પહેલા નમી પડેલા નડતરરૂપ વૃક્ષો અને ડાળીઓનું કટીંગ કરવા લોક માંગ કરવામાં આવી રહી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


