પશુપાલન નિયામકશ્રી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લામાં સંભવિત
'બિપરજોય' વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વાવાઝોડાથી સંભવિત અસર પામનારા જામનગર જિલ્લાના
દરિયાકાંઠાના તમામ ગામોમાં જામનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી છે.
આ મુલાકાત દરમિયાન, સંબંધિત ગામોના પશુપાલકોને બિપરજોય વાવાઝૉડા પહેલા, દરમિયાન અને પછીથી રાખવાની થતી
તકેદારીઓ અંગે જિલ્લા પશુપાલન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મળેલા સ્થાયી અને માર્ગદર્શક સૂચનો અંગે
માહિતગાર કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, સંભવિત વાવાઝોડાના અસરગ્રસ્ત ગામોમાં પશુ સારવાર અને રસીકરણ જેવી પાયાની કામગીરી માટે GVK
EMRI- 'કટોકટી વ્યવસ્થાપન અને સંશોધન સંસ્થા' દ્વારા સંચાલિત હરતા ફરતા પશુ દવાખાનાના રૂટ દીઠ અંદાજિત 4 થી 5
ગામોમાં ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર 1962 દ્વારા પશુઓની માહિતી મેળવ્યા બાદ વિનામૂલ્યે સારવાર આપવામાં આવી છે.
તેમજ, સંબંધિત ગામના પશુપાલકોને તેમજ અન્ય અસરગ્રસ્ત ગામોમાં સર્ચ એન્ડ સર્વેલન્સ, પશુ મૃત્યુ ખરાઈ અને સ્થાનિક
સ્વરાજ્યની સંસ્થાઓ મારફતે પશુ મૃતદેહના નિકાલ કરતી વખતે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. તેમજ પશુપાલન
વિભાગની ટુકડીઓને સંબંધિત વિસ્તારોમાં સ્ટેન્ડ બાય મોડમાં ઓન ડ્યુટી રાખવામાં આવેલી છે. તેમ નાયબ પશુપાલન
નિયામકશ્રી ડો. તેજસ શુક્લ, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


