Gujarat

રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક ડિજિટલ પહેલ

શિક્ષકોના પ્રશ્નોના ત્વરિત નિરાકરણ માટે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ ‘સેવા સમાધાન પોર્ટલ’ લોન્ચ કર્યું: ૩ લાખથી વધુ શિક્ષકોને મળશે સીધો લાભ

રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓના શિક્ષકોના વહીવટી અને સેવાકીય પ્રશ્નોના ત્વરિત, પારદર્શી અને સમયબદ્ધ ઉકેલ માટે શિક્ષણ વિભાગ દ્વારા ‘સેવા સમાધાન પોર્ટલ’ https://ssp.ssguja®a.org/ લોન્ચ કરવામાં આવ્યું છે. આ મહત્વપૂર્ણ ડિજિટલ પહેલનો શુભારંભ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી રીવાબા જાડેજાની પ્રેરક ઉપસ્થિત રહ્યા હતાં. આ પહેલથી રાજ્યભરના ૩ લાખથી વધુ શિક્ષકોના સેવાકીય પ્રશ્નોનો ઓનલાઈન ઉકેલ આવશે.

શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારનો મુખ્ય અભિગમ ‘’Classroom-Fi®s’ નો છે. તમામ વહીવટી કામગીરી પોર્ટલ મારફતે ઓનલાઈન થવાથી શિક્ષકો પરનો વહીવટી બોજ ઘટશે અને શિક્ષકો વર્ગખંડમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા પર પૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. આ ઉપરાંત શિક્ષકોને હવે પોતાના સેવાકીય પ્રશ્નો કે રજૂઆતો માટે તાલુકા કે જિલ્લા કચેરીઓના ચક્કર કાપવામાંથી કાયમી મુક્તિ મળશે. શિક્ષકો પોતાના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થતા હકારાત્મક અભિગમ સાથે વર્ગખંડમાં વધુ નિષ્ઠાથી કાર્યરત રહેશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલું ‘સેવા સમાધાન પોર્ટલ’ એ માત્ર એક ટેકનોલોજીકલ પ્લેટફોર્મ નથી, પરંતુ ગુડ ગવર્નન્સ -સુશાસન અને શિક્ષક-કેન્દ્રિત વહીવટની દિશામાં લેવાયેલું એક ક્રાંતિકારી પગલું છે. શિક્ષકો વહીવટી ગૂંચવણોથી મુક્ત રહીને માત્ર ભણાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે તેવી વ્યવસ્થા આ પોર્ટલ દ્વારા કરવામાં આવી છે. આ પોર્ટલ મારફતે શિક્ષકોના ફિક્સ પગારમાંથી કાયમી કરવા, ઉચ્ચતર પગાર ધોરણ, ઝ્રઁહ્લ/ય્ઁહ્લ, રજા મંજૂરી, પેન્શન અને એરિયર્સ જેવા સેવાકીય પ્રશ્નોનું ઓનલાઈન અને સમયબદ્ધ નિરાકરણ લાવી શકશે, તેમ શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું.

શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, ‘સેવા સમાધાન પોર્ટલ’ના પ્રથમ તબક્કામાં તા. ૦૫ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. આ પોર્ટલ મારફતે હાલમાં તાલુકા કે જિલ્લા કક્ષાએ લાંબા સમયથી પડતર હોય તેવી જ અરજીઓ રજૂ કરવાની રહેશે. આ પોર્ટલની કામગીરી અંગે દર મહિને શિક્ષણ વિભાગના અગ્રસચિવશ્રીની અધ્યક્ષતામાં જિલ્લાવાર ફરિયાદોના સમયબદ્ધ નિકાલ માટે સમીક્ષા બેઠક યોજાશે.

શિક્ષકો માટે ્ીટ્ઠષ્ઠર્રીિ ઝ્રઙ્ઘી અને ર્ં્ઁ વડે સુરક્ષિત લોગિન તેમજ માત્ર ૩ મિનિટમાં અરજી નોંધણી, રિયલ-ટાઇમ સ્ટેટસ ટ્રેકિંગ અને દરેક તબક્કે જીસ્જી અલર્ટની સુવિધા આ પોર્ટલમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અધિકારી દ્વારા ર્નિણય લેવાયા બાદ જાે શિક્ષકને સંપૂર્ણ સંતોષ ન થાય, તો તેઓ ‘દ્ભીીॅ ર્ંॅીહ‘ વિકલ્પ પસંદ કરીને પુન: સમીક્ષા કરાવી શકે છે તેમ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રીવાબા જાડેજાએ વધુમાં ઉમેર્યું હતું.

આમ એક રીતે જાેવા જઇએ તો, સેવા સમાધાન પોર્ટલ’ થકી હવે રાજ્ય સરકારના ધ્યાનમાં સીધું આવશે કે કયા જિલ્લામાં શિક્ષકોના કેટલા પ્રશ્નો કે ફરિયાદો પેન્ડિંગ છે. આ પોર્ટલ મારફતે જિલ્લા શિક્ષણ અધિકારી -ડ્ઢઈર્ં, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી-ડ્ઢઁઈર્ં તેમજ નગરપાલિકા વિસ્તારના શાસનાધિકારીઓની કામગીરીનું રાજ્ય કક્ષાએથી સીધું મોનિટરિંગ કરવામાં આવશે. જે જિલ્લામાં સૌથી ઓછી ફરિયાદો અને પડતર પ્રશ્નો હશે, ત્યાંના અધિકારીઓની કામગીરી વધુ ઉત્કૃષ્ટ ગણાશે.

આ પોર્ટલ અધિકારીઓની કાર્યક્ષમતા માપવાનું એક સશક્ત માધ્યમ બનશે. ભવિષ્યમાં રાજ્ય સરકાર આ ડેટા અને પરફોર્મન્સના આધારે જ અધિકારીઓનું વાર્ષિક મૂલ્યાંકન અને વહીવટી ર્નિણયો લઈ શકશે. આ ડેટા-ડ્રિવન વ્યવસ્થાને કારણે ગ્રાઉન્ડ લેવલે ડ્ઢઈર્ં અને ડ્ઢઁઈર્ં કક્ષાએ શિક્ષકોના પ્રશ્નો ઝડપથી ઉકેલવાની કામગીરીને મોટું પ્રોત્સાહન મળશે.

આ પ્રસંગે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના અગ્ર સચિવ શ્રી મિલીંદ તોરવણે, સમગ્ર શિક્ષાના સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી રણજીતકુમાર, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક બોર્ડના અધ્યક્ષ શ્રી મુકેશ પંડ્યા તેમજ કમિશનરશ્રી, શાળાઓની કચેરીના કમિશનર શ્રી આનંદ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

પોર્ટલ હેઠળ સમાવિષ્ટ ૮ મુખ્ય સેવાઓ:-

૧. ઉચ્ચતર પગાર ધોરણ: પ્રથમ, દ્વિતીય અને તૃતીય તબક્કાની મંજૂરી.
૨. પ્રવાસ ભથ્થું (ન્ઝ્ર): પ્રવાસ ભથ્થું અને રિઇમ્બર્સમેન્ટ.
૩. એરિયર્સ: પડતર બાકી રકમનું નિરાકરણ.
૪. પૂરા પગારમાં સમાવેશ: ફિક્સ પગારમાંથી કાયમી પગાર કરવો.
૫. ઝ્રઁહ્લ સંબંધી બાબતો: ઝ્રઁહ્લ નંબર/ય્રૂૈંજી અને રકમ ઉપાડ.
૬. ય્ઁહ્લ સંબંધી બાબતો: ય્ઁહ્લ નંબર, ય્રૂૈંજી, આંશિક/૯૦%/આખરી ઉપાડ.
૭. રજા મંજૂરી: વિવિધ પ્રકારની રજાઓની ઓનલાઈન મંજૂરી.
૮. પેન્શન સંબંધી બાબતો: નિવૃત્તિ લાભોનું સત્વરે નિરાકરણ.