Gujarat

મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્ર પર સંચાલક કમ કુક ની ભરતી માટે દાંતા તાલુકામાં અરજીઓ મંગાવાઇ

*નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી દાંતા ખાતેથી મેળવવાનુ રહેશે*
       સને.2023/24ના પ્રથમ શૈક્ષણિક સત્ર માટે દાંતા તાલુકાના (1) કણબીયા વાસ-1 કેન્દ્ર નં. 8 (2) મહોબતગઢ કેન્દ્ર નં. 48 (3) નવા વાસ કાંઠ કેન્દ્ર નં. 73 (4) ધ્રાંગી વાસ કેન્દ્ર નં. 79 (5) ધામણવા કેન્દ્ર નં. 87 (6) કોટેશ્વર કેન્દ્ર નં. 118 (7) રંગપુર કેન્દ્ર નં. ૨૬ અને (8) અડેરણ (ત) કેન્દ્ર નં.30ના મ.ભો.યો. કેન્દ્રો ઉપર સંચાલક—કમ–કુકની ફરજો બજાવવા સરકારશ્રીએ નિયત કરેલ ઉચક માનદવેતનથી ખંડ સમય માટે તદન હંગામી ધોરણે નિયુકિત કરવાની છે.
       આથી નીચે મુજબની લાયકાત અને વય મર્યાદા ધરાવતા ઉમદેવારો પાસેથી નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે. જેમાં અરજદારની ઉંમર જાહેરાતની તારીખે 20 વર્ષ કરતાં ઓછી નહી હોવી જોઈએ. કેન્દ્ર સંચાલક—કમ–કુક તરીકે શૈક્ષણિક લઘુતમ લાયકાત એસ.એસ.સી.પાસ હોવી જોઈએ. પરંતુ આવી વ્યકિત ગામમાંથી ન મળે તો ધોરણ–7 પાસ કરનાર વ્યકિતને આ જગ્યાએ નિમવામાં આવશે. એક કુટુંબમાંથી ફકત એકજ વ્યકિતને નિમણુંક આપવામાં આવશે. સંચાલક–કમ–કુક તરીકે ગામની વ્યકિત જ પસંદ કરવામાં આવશે. પરંતુ આવી વ્યકિત ગામમાં ન મળે તો અન્ય નજીકના ગામમાંથી લાયકાત ધરાવનાર ઉમેદવારને પસંદ કરવામાં આવશે. ઉમેદવાર વ્યકિત તંદુરસ્ત હોવી જોઈએ અને કોઈપણ રોગથી પીડાતી ન હોવી જોઈએ તે મુજબનુ તબીબી પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. મહિલા ઉમેદવારોને પ્રથમ અગ્રતા આપવામાં આવશે. જેમાં વિધવા, ત્યકતા, નિરાધાર મહીલાઓ તથા અન્ય મહીલાઓ તેમજ નબળા વર્ગની વ્યકિતઓને તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને અગ્રતા આપવામાં આવશે. અરજદારે પોતાનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અરજી ફોર્મ પર લગાડવાનો રહેશે. કોઈ ગુનાહીત પ્રવૃતિ કરેલ હોય કે તેવી પ્રવૃતિ સાથે સંકળાયેલ હોય અથવા કોઈ અક્ષમ્ય કસુરદાર હોય અને પોલીસ ફરિયાદ થઈ હોય તેમજ કોર્ટમાં કેસ દાખલ થયેલ હોય તેવી વ્યકિત ઉમેદવારી કરી શકશે નહી. ઉમેદવાર સ્થાનિક સંસ્થા પંચાયત, નગર પાલિકા કે મહાનગર પાલિકામાં ચુંટાયેલ સભ્ય જેવો હોદ્દો ન ધરાવતા હોવા જોઈએ તેમજ રાજય સરકાર કે કેન્દ્રસરકારના તાંબાના જાહેર સાહસો હેઠળ પુરા કે ખંડ કાલીન સમયની કોઈપણ ફરજ બજાવતા ન હોવા જોઈએ.  ઉપરાંત નિવૃત, રૂખસદ કે બરતરફ કરેલ હોય કે પછી વકીલાત જેવા વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેવી વ્યકિત આ જાહેરાત માટે ઉમેદવારી કરી શકશે નહિ. ઉમેદવાર ઘંટી દ્વારા અનાજ દળવાના, સસ્તા અનાજની દુકાન, શાકભાજી, મરીમસાલા કે જલાઉ લાકડાનો વેપાર જેવા ધંધા સાથે સંકળાયેલ હોવા જોઈએ નહી. અગાઉ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રમાં ફરજ બજાવેલ હોય અને તેઓને ગંભીર ગેરરીતિઓ કરવા બદલ છુટા કરેલ હોય તેવી વ્યકિતઓ ઉમેદવારી કરી શકશે નહી. નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી દાંતા ખાતેથી ઓફીસના ચાલુ દિવસ દરમિયાન મેળવવાનુ રહેશે. છુટા કરેલ સંચાલક-કમ-કુક છુટા કરવાના હુકમ સામે અપીલ કરે અને એપેલેટ કોર્ટ પુનઃસ્થાપિત કરવા હુકમ કરે તેવા સંજોગોમાં તે કેન્દ્ર ઉપર આપવામાં આવેલ નિમણૂંક કોઈપણ પ્રકારની જાણ કર્યા સિવાય રદ કરવામાં આવશે.
        ઉપર મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત નમુનામાં પુરતી વિગતો ભરી પોતાની અરજી સાથે નીચે મુજબના જરૂરી આધાર પુરાવા સામેલ રાખી ટપાલથી અગર રૂબરૂમાં જાહેર રજાના દિવસ સિવાય તેમજ મોડામાં મોડા તા. 27/06/2023ના કચેરી સમય દરમ્યાન મામલતદાર કચેરી દાંતા મુકામે ટપાલશાખાને મળે તે રીતે જમા કરાવી શકશે. સંચાલક—કમ–કુક માટેની અરજી નિયત નમુના સિવાયના તેમજ મુદત બહાર આવેલ અરજીઓ સ્વીકારવામાં આવશે નહી.
           અરજી સાથે જન્મ તારીખનો પુરાવો (એલ.સી.ની પ્રમાણિત નકલ),  સારી ચાલ ચલગતનો પ્રતિષ્ઠીત આગેવાનનો દાખલો,  શૈક્ષણિક લાયકાતની પ્રમાણિત નકલ, અનુભવના આધાર પુરાવા, જાતીઅંગેનુ પ્રમાણપત્ર,  ઉમેદવારે પોતાના પર કોઈ ગુન્હો નોધાયેલ ન હોવા અંગેનો પોલીસ સ્ટેશનનો અસલ દાખલો,  અરજી ફોર્મમાં એકરાર કર્યા અંગેના આધાર પુરાવા, પરણીત સ્ત્રી ઉમેદવારે લગ્ન કર્યા અંગેના પ્રમાણપત્રની નકલ, તંદુરસ્તી અંગેનુ તાજેતરનું ડોકટરી પ્રમાણપત્ર, બી.પી.એલ.નો સ્કોરવાળો દાખલો આધાર પુરાવા તરીકે રજૂ કરવાના રહેશે.
        ઉમેદવારોને રૂબરૂ ઈન્ટરવ્યું માટે બોલાવવામાં આવેથી પોતાના સ્વખર્ચે નિયત સ્થળે અને સમયે જાતે અસલ પ્રમાણપત્રો સાથે હાજર રહેવું પડશે.
નિયત અરજીફોર્મ મામલતદાર કચેરી દાંતા ખાતેથી મેળવીને અરજી કરનારની અરજી માન્ય રહેશે એવું મામલતદાર દાંતાની અખબારી યાદીમાં જણાવ્યું છે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230614_200442.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *