નવીદિલ્હી
ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં મળેલી હાર બાદ વિન્ડિઝ પ્રવાસની જાહેરાત થઈ ચૂકી છે. રોહિત શર્માની ટીમ ઈન્ડિયા જુલાઈ અને ઓગસ્ટમાં મલ્ટિ-ફોર્મેટ પ્રવાસ માટે કેરેબિયન પ્રવાસ કરશે. બે વખતની રનર્સ-અપ ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે ઉ્ઝ્રની ત્રીજી આવૃત્તિમાં ટીમ ઈન્ડિયા જુલાઈમાં વેસ્ટ ઈન્ડિઝ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ રમાશે. મ્ઝ્રઝ્રૈં એ સોમવારે ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે સમગ્ર કાર્યક્રમની જાહેરાત કરી છે. જેમાં ૨ ટેસ્ટ, ૩ ર્ંડ્ઢૈં અને ૫ ્૨૦ૈં નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. બે ટેસ્ટ મેચની સિરીઝ ૨૦૨૩-૨૦૨૫ ૈંઝ્રઝ્ર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ હશે, તે ડોમિનિકાના વિન્ડસર પાર્ક ખાતે (૧૨-૧૬ જુલાઈ) શરૂ થશે. જ્યારે બીજી ટેસ્ટ (૨૦- ૨૪જુલાઈ) સુધી ત્રિનિદાદના ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાશે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાનારી ૧૦૦મી ટેસ્ટ નિર્ણાયક રહેશે. ટેસ્ટ શ્રેણી પછી ત્રણ વન-ડે મેચની સિરીઝની શરૂઆત ૨૭ જુલાઈના રોજ બાર્બાડોસના કેનિંગ્ટન ઓવલ ખાતે થશે. બીજી વનડે પણ બાર્બાડોસમાં ૨૯ જુલાઈએ રમાશે જ્યારે ત્રિનિદાદમાં બ્રાયન લારા ક્રિકેટ એકેડમી ખાતે ૧ ઓગસ્ટના રોજ અંતિમ મેચ રમાશે. ભારત ૩ ઓગસ્ટથી ૧૩ ઓગસ્ટ સુધી પાંચ મેચની ્૨૦ૈં શ્રેણી પણ રમશે. ગયાના નેશનલ સ્ટેડિયમ અને બ્રાયન લારા ક્રિકેટ એકેડમી પાંચ મેચની ્૨૦ૈં સીરિઝ માટેના સ્થળની જાહેરાત કરવામાં આવી છે.
બે મેચની ટેસ્ટ સીરિઝ
પ્રથમ ટેસ્ટ ૧૨-૧૬ જુલાઈ, ડોમિનિકાના વિન્ડસર પાર્ક
બીજી ટેસ્ટ ૨૦- ૨૪જુલાઈ, ક્વીન્સ પાર્ક ઓવલ ત્રિનિદાદ
—————————————————————–
૩ વન-ડે મેચની સીરિઝ રમાશે
પ્રથમ વન-ડે ૨૭ જૂલાઈ, બાર્બાડોસના કેનિંગ્ટન ઓવલ
બીજી વન-ડે ૨૯ જૂલાઈ, બાર્બાડોસના કેનિંગ્ટન ઓવલ
ત્રીજી વન-ડે ૦૧ ઓગસ્ટ, બ્રાયન લારા ક્રિકેટ એકેડમી
—————————————————————–
પાંચ મેચની ્૨૦ૈં સીરિઝ
પ્રથમ ટી૨૦ ક્વીન્સ પાર્ક ઓવલ, ત્રિનિદાદ
બીજી ટી૨૦ પ્રોવિડન્સ સ્ટેડિયમ, ગુયાનામાં
ત્રીજી ટી૨૦ સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, ફ્લોરિડા
ચોથી ટી૨૦ સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, ફ્લોરિડા
પાંચમી ટી૨૦ સેન્ટ્રલ બ્રોવાર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ, ફ્લોરિડા


