Delhi

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આજે મામૂલી ઘટાડો

દિલ્હી
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતોમાં આજે મામૂલી ઘટાડો જાેવા મળી રહ્યો છે. ઉ્‌ૈં ક્રૂડ પ્રતિ બેરલ ઇં૦.૨૫ ઘટીને ઇં૬૯.૧૭ પર ટ્રેડ કરી રહ્યું છે. તે જ સમયે, બ્રેન્ટ ક્રૂડ ઇં ૦.૨૩ ઘટીને બેરલ દીઠ ઇં ૭૪.૦૬ પર વેચાઈ રહ્યું છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના નવીનતમ ભાવ જાહેર કર્યા છે. ભારતમાં દરરોજ સવારે ૬ વાગ્યે ઇંધણના ભાવમાં સુધારો કરવામાં આવે છે. જૂન ૨૦૧૭ પહેલા દર ૧૫ દિવસ પછી કિંમતોમાં સુધારો કરવામાં આવતો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ સવારે ૬ વાગ્યે બદલાય છે અને નવા દર જારી કરવામાં આવે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન, વેટ અને અન્ય વસ્તુઓ ઉમેર્યા બાદ તેની કિંમત મૂળ કિંમત કરતા લગભગ બમણી થઈ જાય છે. આ જ કારણ છે કે આપણે આટલું મોંઘું પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે.
દિલ્હીમાં પેટ્રોલ રૂ. ૯૬.૭૬ અને ડીઝલ રૂ. ૮૯.૬૬ પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. ૧૦૬.૨૯ અને ડીઝલ રૂ. ૯૪.૨૫ પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ રૂ. ૧૦૨.૬૨ અને ડીઝલ રૂ. ૯૪.૨૨ પ્રતિ લીટર
કોલકાતા પેટ્રોલ રૂ. ૧૦૬.૦૧ અને ડીઝલ રૂ. ૯૨.૭૪ પ્રતિ લીટર
ગુજરાતમાં (ઁીંિર્ઙ્મ-ડ્ઢૈીજીઙ્મ ઁિૈષ્ઠી ્‌ર્ઙ્ઘટ્ઠઅ ૈહ ય્ેદ્ઘટ્ઠટ્ઠિં) ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ ૯૬.૬૩ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત ૯૨.૩૮ રૂપિયા પ્રતિ લીટર છે. રાજસ્થાન શ્રીગંગાનગરમાં એક લીટર પેટ્રોલ ૧૧૩.૩૦ રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે ડીઝલની કિંમત ૯૮.૦૭ રૂપિયા પ્રતિ લીટર છે.

File-02-Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *