Gujarat

વાવાઝોડામાં લોકોની મદદ માટે ભૂજ સ્વામિનારાયણ મંદિરે ૧૦ હજાર ફૂડ પેકેટ મોકલ્યા

ભૂજ
રાજ્ય પર બિપરજાેય વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે. બિપરજાેય વાવાઝોડુ આવતીકાલે સાંજે ચારથી છ વાગ્યાની વચ્ચે જખૌ બંદર પર ટકરાશે તેવી હવામાન વિભાગે કરી હતી. વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છમાં થશે ત્યારે વાવાઝોડામાં લોકોની મદદ માટે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. ભૂજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ૧૦ હજાર ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. ૧૦૦ હરિભક્તો દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી રવાના કરવામાં આવ્યા હતા. માંડવી,જખૌ અને પ્રભાવિત વિસ્તારમાં ફૂડ પેકેટ મોકલવામાં આવશે. અસરગ્રસ્ત વિસ્તારમાં ખોરાકની વ્યવસ્થા કરવા વહીવટી તંત્ર દ્વારા આદેશ કરાયા હતા. બિપરજાેય ચક્રવાતના પગલે લોકોની મદદ માટે ધાર્મિક સંસ્થા આગળ આવી છે. જામનગર મ્છઁજી સંસ્થાએ ફૂડ પેકેટ બનાવી મોકલવાનું શરૂ કર્યું હતું. જામનગર સ્વામિનારાયણ સંસ્થાએ ૧૫૦૦ ફૂડ પેકેટ બનાવી જામનગર મહાપાલિકાને સુપરત કર્યા હતા. જરૂરિયાતમંદ લોકો સુધી જામનગર મહાપાલિકા આ ફૂડ પેકેટ પહોંચાડશે.બીજી તરફ જૂનાગઢમાં ખોડલધામ ટ્રસ્ટ દ્ધારા પણ ફૂડ પેકેટ તૈયાર કરાયા હતા. પ્રભાવિત વિસ્તારોમાં તૈયાર કરાયેલ ફૂડ પેકેટ સરકારના નિર્દેશ મુજબ પહોંચાડવામાં આવશે. સંભવિત વાવાઝોડાની અસરને લઈને જિલ્લા ભાજપ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. ખંભાળિયા ભાજપ દ્વારા નવા બની રહેલા કાર્યાલયમાં આશ્રીતીઓને સહારો આપવામાં આવ્યો હતો. ૨૦ હજાર જેટલા ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. દ્વારકા ભાજપ જિલ્લા દ્વારા ખાસ ટીમ બનાવામાં આવી હતી.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *