રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ-૬ થી ૮) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-૨ (ટેટ-૨) પરીક્ષાનું તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ. કુલ ૨,૩૭,૭૦૦ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી ૧૫.૭૬% એટલે કે ૩૭,૪૫૦ ઉમેદવારો પાસ થયા છે. તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ જીહ્વીટટ્ઠદ્બ.ર્ખ્તિ પરથી જાેઈ શકશે.
