Gujarat

બીપર જોય વાવાઝોડાં ના પગલે છોટા ઉદેપુર ડેપો માંથી સૌરાષ્ટ્ર, કચ્છ, માંડવી બસો ના રૂટ બંધ કરાયા શાળા કોલેજો બંધ હોવાથી ૪૮ જેટલાં લોકલ રૂટો રદ કરાયા

હાલ ગુજરાતમાં આવેલ બિપર્ જોય વાવાઝોડાં ના સંકટ ને કારણે છોટા ઉદેપુર એસટી ડેપો દ્વારા સૌરાષ્ટ્ર માંડવી, મુન્દ્રા એકસપ્રેસ બસો ના રૂટ બે દિવસ થી રદ કરવામાં આવ્યાં છે. જ્યારે સોમનાથ, જામનગર, કાલાવડ, જોડીયા વગેરે જતી ૫ બસો  ના રૂટ ટુંકાવી દેવાતા આ બસ માત્ર રાજકોટ સૂધી જ ચલાવવામાં આવી રહી છે. બીપર જોય વાવાઝોડાં ની સંભાવના ને લઈ છોટા ઉદેપુર જીલ્લા માં શાળા કોલેજો તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવતા વિધાર્થી ઓ ને અવરજવર માં સરળતા રહે તે માટે ચલાવવામાં આવતાં ૪૮ જેટલાં લોકલ બસ રૂટ પણ બંધ કરવામાં આવ્યાં હતાં. આમ છોટા ઉદેપુર એસટી ડેપો દ્વારા કુલ ૫૦ જેટલાં રૂટ રદ કરવામાં આવ્યાં છે જ્યારે ૫ એકસપ્રેસ બસ રૂટો ને રાજકોટ સૂધી ટૂંકાવવા માં આવ્યાં હતાં. જે છોટા ઉદેપુર એસટી ડેપો મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું..
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230616-WA0063.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *