Gujarat

વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં ૧૭૧ તાલુકાને ઘમરોળ્યા

અમદાવાદ
મ્ૈॅટ્ઠદ્ઘિર્અ ઝ્રઅષ્ઠર્ઙ્મહીઃ ભારતના હવામાન વિભાગ (ૈંસ્ડ્ઢ) ના નિયામક ડૉ. મૃત્યુંજય મહાપાત્રાએ વાવાઝોડું બિપરજાેય સંબંધિત નવીનતમ માહિતી આપી છે. ૈંસ્ડ્ઢના ડિરેક્ટરે ગુરુવારે (૧૫ જૂન) રાત્રે લગભગ ૨ વાગ્યે જણાવ્યું હતું કે વાવાઝોડું બિપરજાેય ઉત્તર પૂર્વ તરફ આગળ વધ્યું હતું અને ગુજરાતના જખૌ બંદર નજીકના પાકિસ્તાનના દરિયાકાંઠે સૌરાષ્ટ્ર-કચ્છને પાર કર્યું હતું. બિપરજાેય વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થયું એ દરમિયાન અને એ પહેલા રાજ્યના અનેક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન છેલ્લા ૨૪ કલાકના આંકડા સામે આવ્યા છે. જેમાં રાજ્યના ૧૭૧ તાલુકામાં વરસાદ પડ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં સૌથી વધુ ગાંધીધામમાં ૮ ઈંચ વરસાદ ખાબક્યો છે.વેરી સિવિયર સાયકલોનીક સ્ટોર્મ ઉત્તર પૂર્વ થી સૌરાષ્ટ્ર કચ્છ કોસ્ટ ક્રોસ કર્યું હતું. જખૌ પોર્ટ પાસે રાત્રે ૧૦.૩૦ થી ૧૧.૩૦ વાગ્યા દરમિયાન ક્રોસ કર્યું હતું. રાત્રે ૧૧ વાગ્યાથી ૧૧ઃ૩૦ સુધી લેન્ડ ફોલ પ્રોસેસ રહી હતી. લેન્ડફોલ સમયે ૧૧૫ થી ૧૨૫ કિલોમીટર પ્રતિ કલાક થી લઈને ૧૪૦ કિલોમીટર સુધી પવન રહ્યો હતો. જખૌ પોર્ટ થી ૧૦ કિલોમીટર દૂર ઉત્તર દિશામાં થી વાવાઝોડું પસાર થયું હતું. વાવાઝોડાના આઈના સંપૂર્ણ લેન્ડ ફોલ ૧૦ઃ૩૦ થી ૧૧ઃ૩૦ સુધી થયું હતું. હાલ વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છ ઉપર યથાવત છે. વાવાઝોડાને વીક થતા થોડો સમય લાગશે. વાવાઝોડું વીક પડીને સાયકલોનિક સ્ટોર્મ થશે અને બાદમાં ડિપ્રેશન બની વાવાઝોડું પૂર્ણ થશે.
ભૂજમાં ૬ ઈંચ, અંજારમાં પાંચ ઈંચ વરસાદ
મુન્દ્રામાં ૫ ઈંચ, ખંભાળીયામાં ૪ ઈંચ વરસાદ
જામજાેધપુરમાં ૪, દ્વારકામાં સાડા ત્રણ ઈંચ વરસાદ
કલ્યાણપુર અને કાલાવડમાં ત્રણ ત્રણ ઈંચ વરસાદ
વાવમાં ત્રણ ઈંચ વરસાદ, કચ્છના માંડવીમાં અઢી ઈંચ વરસાદ
ભચાઉમાં અઢી ઈંચ, તો ભાવનગરમાં બે ઈંચ વરસાદ
નખત્રાણા અને થરાદમાં બે બે ઈંચ વરસાદ
જામનગર, લાલપુરમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
ટંકારા, મોરબી અને ધ્રોલમાં દોઢ દોઢ ઈંચ વરસાદ
પડધરી, ખાંભામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
જાેડિયા, સુઈગામ, ઉપલેટામાં દોઢ દોઢ ઈંચ વરસાદ
માતર, રાધનપુર, કુતિયાણા, રાપરમાં સવા ઈંચ વરસાદ
લાખણી, ખેડા, સમીમાં એક એક ઈંચ વરસાદ
લોધિકા, રાણાવાવ, મહુધામાં એક એક ઈંચ વરસાદ
દિયોદર, પોરબંદર, ઈડર,માણાવદરમાં એક એક ઈંચ વરસાદ
ધારી, ઘોઘા, પાટણમાં એક એક ઈંચ વરસાદ
જાફરાબાદ, ધોરાજી,ભાભરમાં એક એક ઈંચ વરસાદ
માળીયા મિયાણા, પાલિતાણા, સિહોરમાં પોણો ઈંચ વરસાદ
સરસ્વતિ, ભેંસાણ, પેટલાદ, ધનસુખામાં પોણો ઈંચ વરસાદ
વિસાવદર, જાેટાણા, વડનગર, ચાણસ્મામાં પોણો ઈંચ વરસાદ

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *