Gujarat

વાવાઝોડા વચ્ચે ૩૪ પ્રસુતાઓની સલામત પ્રસુતિ કરાવાઇ

કચ્છ
સાયક્લોનની સ્થિતિમાં આરોગ્ય કર્મચારીની મહેનતના પરિણામે કચ્છમાં અસરગ્રસ્ત તાલુકામાં ૩૪ બાળકોનો જન્મ થયા છે. વહીવટીતંત્ર દ્વારા ૫૫૨ પ્રસુતાઓને આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવી હતી. જેમાંથી ૩૮૨ પ્રસુતાઓની ગઈકાલ સુધી સફળતાપૂર્વક ડિલિવરી થઈ ચૂકી છે. કચ્છમાં “બિપરજાેય” વાવાઝોડાની આફત સામે આગોતરી તૈયારીના ભાગરૂપે જિલ્લામાં વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા અવિરત પ્રાથમિક આરોગ્ય સેવાઓ જળવાઈ રહે તથા અસરગ્રસ્ત વિસ્તારની પ્રસુતાઓની સલામતી હેતુ તેમને આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવી હતી.ત્યારે બિપરજાેય વાવાઝોડાની લેન્ડફોલની પ્રક્રિયા દરમિયાન ભારે પવન તેમજ વરસાદની કપરી સ્થિતિ છતાં પણ ૨૪ કલાક દરમિયાન ૩૪ પ્રસુતાઓની સફળ ડિલિવરી કરાવાઈ છે. જિલ્લા કલેકટરના આદેશ મુજબ જિલ્લાની તમામ સગર્ભા માતાઓનું વન ટુ વન મેપિંગ કરવામાં આવ્યું હતું અને તમામ આરોગ્ય કર્મચારીને તમામ સગર્ભા માતાઓ સાથે વન ટુ વન લીંક કરવામાં આવી હતી. જેથી આકસ્મિક પરિસ્થિતિમાં પણ સગર્ભા માતાને સારવાર મળી શકે. ઉપરાંત નજીકની ઈ.ડી.ડી. (સંભવિત સુવાવડવાળી) સગર્ભા માતાઓ તથા અન્ય સગર્ભા માતાઓને જેમને પ્રસુતિની વાર છે તેઓને સલામતી માટે પી.એચ.સી, સી.એચ.સી. સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ કે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવામાં આવી હતી. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન તાલુકાઓમાં આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠા અને કપરી પરિસ્થિતિમાં પણ કામગીરી થકી ૩૪ પ્રસુતાઓની સફળતાપૂર્વક ડિલિવરી થઈ છે.અંજાર તાલુકામાં ૬, અબડાસા તાલુકામાં ૩, મુન્દ્રામાં ૨, માંડવી તાલુકામાં ૫, ગાંધીધામ તાલુકામાં ૨, ભચાઉ તાલુકામાં ૯, લખપત તાલુકામાં ૭ બાળકોનો જન્મ થયો છે. ઉલ્લેખનીય છે કે, વહીવટી તંત્ર દ્વારા પ્રસુતાઓની સુરક્ષા અને સલામતી હેતુ તારીખ ૧૧ થી ૧૫ સગર્ભા સ્ત્રીઓને નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી. ગઈકાલ સુધી ૩૮૨ સગર્ભા મહિલાઓની સફળતાપૂર્વક પ્રસુતિ થઈ ચૂકી છે.જ્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૩૪ બાળકોનો જન્મ સાયકલોનની ગંભીર પરિસ્થિતિ વચ્ચે થયો છે. આ સફળ કામગીરીનો શ્રેય વહીવટી તંત્રના નિષ્ઠાવાન અધિકારીઓ અને કર્મચારીઓને જાય છે. જેમણે સાયકલોનના લેન્ડફોલની ગંભીર પરિસ્થિતિ તેમજ ભારે પવન અને વાવાઝોડા વચ્ચે પણ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવીને સંવેદનશીલતા સાથે સગર્ભા મહિલાઓની સારવાર અને તેમની સફળ ડિલિવરીમાં કામગીરી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *