મુંબઈ
પ્રભાસ અને ક્રિતિ સેનનની ફિલ્મ ‘આદિપુરુષ’ ૧૬ જૂન ૨૦૨૩ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચુકી છે. ફિલ્મને લઈને ફેન્સમાં ખૂબ જ ક્રેઝ જાેવા મળી રહ્યો છે. ઓપનિંગ ડે પર જ થિયેટર બહાર લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. આ દરમ્યાન હવે મેકર્સ માટે એક નવી મુસીબત ઊભી થઈ ગઈ છે. લાંબા સમયથી ફિલ્મ આદિપુરુષ વિવાદોમાં રહી છે. પણ તેમ છતાં ફિલ્મ રિલીઝ થવાની ફેન્સ આતુરતાપૂર્વક રાહ જાેઈ રહ્યા હતા. જાે કે, ફિલ્મ આદિપુરુષનો સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. રામના રોલમાં દેખાઈ રહેલા પ્રભાસની એક્ટિંગના ફેન્સ ખૂબ વખાણ કરી રહ્યા છે, પણ ઓપનિંગ ડે પર જ ફિલ્મ ઓનલાઈન લીક થઈ ગઈ છે. જાે કે, મેકર્સ માટે તે એક મોટો આઘાત છે. જ્યારથી આદિપુરુષનું ટીઝર રિલીઝ થયું છે, તો ડાયરેક્ટર ઓમ રાઉતની ફિલ્મ બાદ એક નવો વિવાદ ઘેરાતો ગયો. આ ફિલ્મના વીએફએક્સને લઈને ખૂબ હોબાળો થયો હતો. જે બાદ ફિલ્મની રિલીઝ ડેટ ૧૨ જાન્યુઆરીથીથી ૧૬ જૂન કરવામાં આવી. જાે કે, ફિલ્મનું ટ્રેલર ફેન્સને ખૂબ પસંદ આવ્યુ અને ફેન્સ તેને લઈને વધારે ઉત્સાહિત થઈ ગયા હતા. જ્યારે આ ફિલ્મ થિયેટરમાં આવી તો, થોડા કલાકમાં જ તે લીક થઈ ગઈ. હવે મેકર્સ માટે ચિંતાનો વિષય છે કે, ફિલ્મના કલેક્શન પર તેની મોટી અસર ન પડે.


