Gujarat

બોટાદ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમે અસરકારક કાઉન્સેલિંગ કરી એક દાંપત્ય જીવન તૂટતા બચાવ્યું      

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના એક ગામથી પરણીત મહિલાનો ૧૮૧ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના પતિ મારપીટ કરી અને ઘરેથી કાઢી મુકેલ છે તેઓ હાલ પ્રેગનેટ છે તેમને રાખવાની ના પાડે છે તેથી મદદની જરૂર છે જેથી બોટાદ અભયમ ટીમના કાઉન્સેલર પરમાર જલ્પાબેન કોન્સ્ટેબલ અલ્પાબેન અને પાયલોટ ઝાલા કુલદીપભાઈ તાત્કાલિક મહિલાની મદદ માટે રવાના થયેલ સ્થળ પર પહોંચેલ કાઉન્સેલિંગમાં મહિલાએ જણાવેલ કે તેમના લગ્નને નવ વર્ષ થયેલ છે અને સંતાનમાં બે બાળકો છે તેમજ હાલ ચાર મહિનાની પ્રેગનેન્સી છે તેમના પતિ કાયમ મહિલા ઉપર શંકા કરી અને મારપીટ કરતા હોય અને મહિલાને સંતાનમાંનાના બાળકો છે તો પણ બહાર કામે જવા માટે ફોર્સ કરી ઝઘડો કરે છે બહેન હાલ પ્રેગ્નેટ છે તો કામ કરી શકે તેવી હાલતમાં ન હોય તેથી મહિલાએ બહાર કામે જવાની ના પાડેલ તો મહિલાના પતિએ ઘરેથી કાઢી મુકેલ અને બંને બાળકો પણ લઈ લીધેલ તેથી  મહિલા પિયરમાં જતી રહી અને દસ દિવસ બાદ માતા-પિતા સાથે બાળકો લેવા આવેલ તો પતીએ બાળકો આપવાની ના પાડેલ અને તને રાખવી નથી તું તારા પિયરમાં જતી રહે તેમ કહી કાઢી મુકેલ. ત્યારબાદ પરણીતા એ ૧૮૧ મહિલા હેલ્પલાઇનને કોલ કરી મદદ મેળવતા ૧૮૧ ની ટીમે સામે પક્ષનો અસરકારક કાઉન્સેલિંગ કર્યું અને કાયદાકીય સમજ આપી સલાહ-સૂચન આપેલ અને જણાવેલ કે હાલ બહેન પ્રેગનેંટ છે તો પતિના હૂંફ નું જરૂર હોય છે અને આ સમય દરમ્યાન પત્નીના સ્વથ્યનું ધ્યાન રાખવા જણાવેલ અને પતિ – પત્નીના મતભેદ દૂર કરેલ. પતિએ પોતાની ભૂલ સ્વીકારી અને ખાતરી આપતાં જણાવેલ કે હવે પછી હું માંરી પત્ની સાથે સારી રીતે રહીશ આમ પતિ પત્નીના ઝઘડાનું સ્થળ પર સમાધાન કરાવેલ અને એક દાંમ્પત્ય જીવન તૂટતા બચાવેલ. આ માટે પીડિત મહિલાએ અને તેમના પરિવારે અભયમ ટીમનો આભાર માન્યો હતો…
તસવીરઃ વિપુલ લુહાર,રાણપુર

Picsart_23-06-20_17-00-24-553.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *