ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ રેન્જના જિલ્લાઓમાં જાણીતા
ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા સુચના આપેલ હોય, અને અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓઓ દ્રારા અમરેલી જિલ્લામાં ચોરી, ઘરફોડ ચોરી, લુંટ સહિતના મિલકત-સબંધી ગુન્હાઓ કરવાની ટેવ વાળા ઇસમો, કે જે નાગરિકોની માલ- મિલ્કતની ચોરી કરતા હોય, આવા મિલકત સબંધી ગુનાઓ આચરતા ભયજનક ઇસમો સામે કડક હાથે કાર્યવાહી કરવા અને આવા ગુનેગારોને કાયદાનું ભાન થાય, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સુદઢ બને, તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓએ અમરેલી જિલ્લામાં ચોરી, ઘરફોડ ચોરીઓના ગુનાઓ કરતા ઇસમ બટુક વેલજીભાઇ સોલંકી, ઉ.વ.૩૫, રહે.હાલ ચોટીલા, મંદિર પાસે, તા.ચોટીલા, જિ.સુરેન્દ્રનગ મુળ રહે. ઘુડીયા આગરીયા, તા.રાજુલા, જિ.અમરેલી વિરૂધ્ધ પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, અમરેલીનાઓ તરફ મોકલી આપેલ. લોકોની માલ – મિલકત જેના કારણે જોખમમાં મુકામ શકે તેવા ઇસમની સમાજ-વિરોધી પ્રવૃત્તિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં, અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી અજય દહિયા સાહેબનાઓએ ઉપરોકત ઈસમ વિરૂધ્ધ પાસાનું વોરંટ ઈસ્યુ કરતાં, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના મુજબ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમ દ્વારા બટુક વેલજીભાઇ સોલંકીને પાસા વોરંટની બજવણી કરી, અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપેલ છે.
પાસા અટકાયતી બટુક વેલજીભાઇ સોલંકીનો ગુનાહિત ઇતિહાસઃ-
(૧) દામનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૭૨૩૦૦૪૮/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૭,
૩૮૦, ૫૧૧, ૧૧૪ મુજબ.
(૨) દામનગર પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૭૨૩૦૦૫૧/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબ.
(૩) લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૦૪૦/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.
(૪) લાઠી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૪૨૩૦૦૪૧/૨૦૨૩, આઈ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ. (૫) ચોટીલા પો.સ્ટે. (સુરેન્દ્રગનર) એ પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૧૦૦૯૨૨૦૪૩૪/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ.
આમ, મિલકત સબંધી ગુનાઓ આચરતા અને આમ જનતાની માલ-મિલકત માટે જોખમરૂપ ઇસમ સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, જેલ હવાલે કરી, અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ
કામગીરી કરેલ છે
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


