Gujarat

બાબરા ટાઉનમાંથી એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL) તથા બીયર તથા વાહન સહિત કુલ કિ.રૂ.૨,૪૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૨૦/૦૬/૨૦૨૩ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, બાબરામાં રહેતો દિપક દેવજીભાઇ મારૂ એક સફેદ કલરની ગાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો ભરીને બાબરા જી.ઇ.બી. ઓફીસની પાછળ બાલમુકુંદ સોસાયટીમાં પાર્ક કરી ઉભેલ છે. જે હકિકત આધારે રેઇડ દરમિયાન મજકુર ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો, બીયર, મોબાઇલ ફોન તથા બોલેરો વાહન સાથે પકડી પાડી, પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
દિપક દેવજીભાઇ મારૂ, ઉ.વ.૨૩, રહે.બાબરા, કરીયાણા રોડ, તા,બાબરા, જિ.અમરેલી,
પકડવાના બાકી આરોપીઓઃ-
રાજદિપ મહેન્દ્રભાઇ ખાચર, રહે.લીંબાળી, તા.ગઢડા, જિ.બોટાદ,
પકડાયેલ મુદ્દામાલઃ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ કલાસીક વ્હીસ્કીની ૧૮૦ એમ.એલ.ની બોટલો નંગ-૫૭૬ કિ.રૂ.૪૦,૩૨૦ /- તથા ગોડફાધર કંપનીના ધ લેકેન્ડી ઓરિજિનલ સ્ટ્રોંગ બીયરના ટીન નંગ ૨ કિં.રૂ.૨,૮૮૦/- તથા મહીન્દ્રા બોલેરો રજી.નં.જી.જે.૦૩.ઈ.આર.૮૨૦૫, કિં.રૂ.૨,૦૦,૦૦૦/- તથા એક ઓપો કંપનીનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ. ૨,૪૮,૨૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. મનીષભાઇ જાની, તથા પો કોન્સ. ભાવીનગીરી ગોસ્વામી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230621-WA0021.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *