નવસારી કૃષિ યુનર્વિસટીના વૈજ્ઞાનિક અને નાયબ બાગાયત નિયામક તેમજ અધિકારીશ્રીઓએ
બાગાયતી પાકોના નવસર્જન માટે કાળજી લેવા ખેડૂતોને સૂચનો કર્યા
તા. ૧૫ અને ૧૬ જૂન દરમ્યાન જામનગર જિલ્લામાં આવેલ બીપર જોય વાવાઝોડાના પરિણામે
બાગાયતી પાકોના ખેતરોમાં નુકશાન થયું હોય તો આ પાકોના નવસર્જન માટે ખેડૂતોને માહિતગાર અને માર્ગદર્શન આપવા માટે
નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક તેમની ટીમ અને નાયબ બાગાયત નિયામક દ્વારા ખેતરોની મુલાકાત લેવામાં આવી હતી.
નવસારી કૃષિ યુનિવર્સીટીનાં વૈજ્ઞાનિક શ્રી ડો.એસ.એસ.ગાયકવાડ (આચાર્ય), ડો.જે.એચ.ગોહિલ (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક),
ડો.એસ.કે.દેસાઇ (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક), શ્રી એ.જે.ભડારી (મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક) અને સંયુક્ત બાગાયત
નિયામકશ્રી ની કચેરી,રાજકોટ વિભાગ, રાજકોટ ના શ્રી એ.એમ.દેત્રોજા (નાયબ બાગાયત નિયામક), શ્રી એચ.પી.વોરા (મદનીશ
બાગાયત નિયામક), શ્રી એચ. ટી. ભીમાણી (મદદનીશ બાગાયત નિયામક), બી. પી. જેઠલોજા (મદદનીશ બાગાયત નિયામક)
તેમજ નાયબ બાગાયત નિયામશ્રી ની કચેરીના શ્રી પી.જે.જોષી (મદદનીશ બાગાયત નિયામક) અને બાગાયતી અધિકારીશ્રીઓ
દ્વારા જામનગરની નાયબ બાગાયત નિયામકની કચેરીના સહયોગ દ્વારા અસરગ્રસ્ત બાગાયતી પાકોના ખેતરોની મુલાકાત લીધી
હતી.
બાગાયતી પાકો જેવા કે આંબા, લિંબુ, ખારેક, દાડમ વગેરેના ખેતરોની પ્રત્યક્ષ મુલાકાત લઇ બાગાયતી પાકોમા વાવાઝોડા બાદ
નવસર્જિત કરવા માટે લેવાના થતા પગલા/કાળજી વિશે ખેડુતોને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા.


