રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રીશ્રી
રાઘવજીભાઈ પટેલ આવતીકાલ તા. 24 જૂનથી જામનગર જિલ્લાના પ્રવાસે છે. મંત્રીશ્રી આવતીકાલે સવારે 10:00 કલાકે
જે.એમ.સી. ગ્રાઉન્ડ, મહાવીર પાર્ક, જામનગર ખાતે 'પ્રાદેશિક સરસ મેળા' માં ઉપસ્થિત રહેશે. મંત્રીશ્રી ત્યારબાદ 10:45
કલાકથી જામનગર સર્કિટ હાઉસમાં જનસંપર્ક કાર્યક્રમમાં લોકોના પ્રશ્નોને સાંભળશે.
મંત્રીશ્રી આગામી તા. 25 જૂનના રોજ, બપોરે 12:30 કલાકે વિશ્વકર્મા બાગ, પટેલ કોલોની, શેરી નં. 12, જામનગર ખાતે ઘી
જામનગર ડીસ્ટ્રીકટ કો. ઓપ. બેંક લિમિટેડની 64 મી વાર્ષિક સાધારણ સભામાં અને ઉક્ત બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટરશ્રીની
એક્ઝિક્યુટિવ કમિટીની બેઠકમાં ઉપસ્થિત રહેશે.


