Gujarat

પ્રવેશ માટેની પરીક્ષા આગામી તારીખ ૨૦ જાન્યુઆરીના રોજ યોજાશે

જૂનાગઢ જવાહર નવોદય વિધાલય માં ધોરણ ૬ માં પ્રવેશ  માટેના ઓનલાઈન ફોર્મ તા.૧૦/૮/૨૦૨૩ સુધી ભરી શકાશે. જૂનાગઢ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ ૬ માં શૈક્ષણિક વર્ષ  ૨૦૨૪-૨૫ પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા આગામી તારીખ ૨૦/૧/૨૦૨૪ ના રોજ યોજાનાર છે.

આ ફોર્મ ભરવા ઈચ્છુક ઉમેદવારો જેઓ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩ – ૨૪ માં જૂનાગઢ જિલ્લામાં ધોરણ ૫ માં અભ્યાસ કરતા હોય તેમજ જૂનાગઢ જિલ્લાના બોનાફાઇડ રહેવાસી હોય અને જન્મ તારીખ ૧/૫/૨૦૧૨ થી તારીખ ૩૧/૭/૨૧૦૧૪  દરમિયાનની  હોય તો તેઓ આ ઓનલાઇન ફોર્મ ભરી શકશે.

આ ફોર્મ   https://navodaya.gov.in વેબસાઈટ પર લિંક કરેલ એડમિશન પોર્ટલ પર અથવા  https://cbseitms.rcil.gov.in/nvs વેબસાઈટ પરથી ભરી શકાશે.

 આ ફોર્મ ભરવા માટે ૧૦ કેબી થી ૧૦૦ કેબી  ની સાઈઝમાં ઉમેદવાર નો ફોટોગ્રાફ, ઉમેદવારની સહી, પિતા/ માતા/ વાલીની સહી, ઉમેદવાર/તેના માતા-પિતા વાલીની સહી  અને શાળા  આચાર્યના સહી સિક્કા સાથે ભરાયેલ JNVST 2024  સર્ટિફિકેટ, માતા/પિતાનું આધાર કાર્ડ અથવા જૂનાગઢ જિલ્લાનું રહેઠાણ અંગેનું પ્રમાણપત્રને JPG/JPEG  ફાઈલ ફોર્મેટમાં સ્કેન કરેલા હોવા જોઈએ કે જે ફોર્મ ભરવાના સમયે અપલોડ કરવાના રહેશે. આ ફોર્મ ભરવા ઈચ્છુક  એવા ઓબીસી (કેન્દ્ર સરકારની યાદી મુજબ) એસ.સી, એસટી ઉમેદવારોએ ઓબીસી નોન ક્રિમિલર, એસ.સી.,એસ.ટી સર્ટિફિકેટ જમા કરાવવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *