Gujarat

છોટાઉદેપુર જિલ્લામાં મધરાતથી વરસાદની શરૂઆત

છોટાઉદેપુર જિલ્લામાં મધરાતે જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. રાત્રિ દરમિયાન પાવીજેતપુર અને બોડેલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં ઝરમર વરસાદ વરસ્યો છે.
છોટાઉદેપુર જિલ્લામાં મધરાતથી જ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને રાત્રિના બે વાગ્યાથી લઈને સવારના છ વાગ્યા સુધીમાં સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો છે. રાત્રિ દરમિયાન પડેલા વરસાદમાં પાવીજેતપુરમાં સૌથી વઘુ 40 mm તો બોડેલીમાં 23 mm જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે જિલ્લાના છોટાઉદેપુર તાલુકામાં 9 mm, સંખેડામાં 05mm, નસવાડીમાં 02 mm અને કવાંટમાં 02 mm જેટલો વરસાદ વરસ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં આજથી ચોમાસાની વિધિવત શરૂઆત થઈ હોય તેવું જણાઈ રહ્યું છે. વહેલી સવારથી જ વરસાદી વાતાવરણને લઈને ખેડૂતો ખેતી કામમાં જોતરાઈ ગયા છે.
આ સાથે છોટાઉદેપુર તાલુકાના કેવડી પંથકમાં વરસાદ વરસતા કેવડી પંથકમાં કોતરો છલકાયા હતા અને કેવડી ઈકો ટુરિઝમ ખાતે કોતરમાં ભારે પાણી આવક થઈ હતી
ત્યારે આગામી ત્રણથી ચાર દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. ડિઝાસ્ટર સુત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે હાલ સુધી કુલ સિઝનનો ૧૪૨ એમ.એમ જેટલો વરસાદ નોંધાવવા પામ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230624_165641.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *