ઉનામાં નજારપીરબાપુની દરગાની સામે રહેતા હુશેનશા રહેમાનશા ફકીર પોતાના રહેણાંક મકાન પાસે આવેલ દુકાનમા કોપર વાયરો
રાખેલ હોવાની બાતમી આધારે પોલીસ ટીમ ત્યાં જગ્યાએ પોહચી જઈ શખ્સનું નામ પુછતાં હુશેનશા રહેમાનશા શામદાર
ધધો.ભંગારનો રહે. ઉના કોર્ટ વિસ્તાર સૈયદવાડા રહેતો હોય તેની દુકાનમાં પોલીસે તપાસ કરતાં દુકાનમા પ્લાસ્ટીકના ત્રણ બાચકામા
કોપરના વાયર ભરેલ હોય જે કોપરના વાયરો આશરે ૭૬ કિલો મળી આવેલ હતું. આ કોપર વાયરનું બીલ માંગતા પોતાની પાસે ન
હોય અને કોઇ સંતોષકારક જવાબ નહિ આપતા ચોરી કરેલ કોપરના વાયર શંકાસ્પદ હોવાનું જણાતા કિ.રૂ.૪૫,૦૦૦ના મુદ્દામાલ
સાથે શખ્શને ઝડપી પાડયો હતો.


