સુરત
વિશ્વના સૌથી કઠિન ગણાતા મેરોથોન કોમરેડ અલ્ટીમેટ હ્યુમન રેસમાં દેશથી પ્રથમ વાર પિતા પુત્રની જાેડીએ ભાગ લીધો હતો. આ પિતા પુત્ર સુરતના રહેવાસી છે અને આઇટી ક્ષેત્ર સાથે જાેડાયેલા છે. તેઓ કોઈપણ પ્રોફેશનલ દોડવીર નથી, તેમ છતા પિતા પુત્રની આ જાેડીએ ગણતરીના કલાકોમાં ૮૭.૮ કિ.મી રેસને પૂર્ણ કર્યા છે. સાઉથ આફ્રિકા ખાતે આયોજિત આ કોમરેડ અલ્ટીમેટ હ્યુમન રેસને વિશ્વભરના દોડવીરો સૌથી કઠિન ગણતા હોય છે કારણ કે આ ૮૭.૮ કિમીની હોય છે. આમાં પાર્ટિસિપેટ કરનારે લોકોને માત્ર ૧૨ કલાકમાં રેસ પૂર્ણ કરવાનું હોય છે. રેસના ૯૬ એડીશનમાં પ્રથમવાર હશે કે ભારતથી કોઇ પિતા પુત્રની જાેડીએ ભાગ લીધો હોય. આઈ ટી કંપની ચલાવનાર પિતા પુત્ર સુરતના છે. ૫૪ વર્ષિય પિતા લલિત પેરીવાલ અને તેમના ૨૨ વર્ષિય પુત્ર ગોપેશ પેરીવાલ બંને સાથે આ મેરેથોનમાં ભાગ લીધો હતો પિતાએ ૧૧.૪૯ કલાકમાં જ્યારે પુત્ર એ ૧૧.૪૪ કલાકમાં આ મેરેથોન પૂર્ણ કરી છે.લલિત પેરીવાલએ જણાવ્યું હતું કે તેઓએ સુરતમાં આયોજીત એક મેરાથોનમાં દોડવાની શરૂઆત કરી હતી. તેની માટે કોઈ પણ પૂર્વ તૈયારીઓ કરી નહોતી. તેમ છતાં મેરેથોન પૂર્ણ કર્યા બાદ લાગ્યું કે હું અન્ય જગ્યાએ થનાર મેરેથોનમાં ભાગ લઈ શકું છું ત્યારથી મારો આ સફર શરૂ થયો. ૨૦૧૫માં પ્રથમવાર તેઓએ કોમેરેડ અલ્ટીમેટ હ્યુમન રેસમાં ભાગ લીધો. આજ દિન સુધી અને એક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાના મેરેથોન માં ભાગ લેતા આવ્યા છે.તેમની પાસે ૧૦૦ થી પણ વધુ મેડલ છે. આ મેડલ રાખવા માટે મારી ઓફિસમાં એપ્લિકેશન થી ચાલનાર ખાસ મેડલ ડોર બનાવ્યા છે. જેના કારણે તેમના તમામ મેડલ ડિસ્પ્લે થાય છે. પુત્ર ગોપેશ પેરીવાલે જણાવ્યું હતું કે પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત મેરેથોન માં ભાગ લીધો જેનો ખૂબ જ આનંદ છે અને ગૌરવની વાત છે કે પોતાના પિતા સાથે આ મેરેથોન માં ભાગ લીધો હતો. ભારતથી માત્ર હું અને મારા પિતા જ આવી જાેડી હતી કે જે પુત્ર પિતા તરીકે આ મેરેથોન માં ભાગ લીધો હોય. પિતા હંમેશા વ્યસ્ત હોય છે તેમ છતાં તેઓ સ્વાસ્થ્ય માટે અને આ ઉંમરે કશું નવા કરવા માટે હંમેશા પોતાની જાતને પ્રોત્સાહિત કરે છે. તેમને જાેઈને જે મને લાગ્યું કે હું પણ તેમની સાથે મેરેથોનમાં ભાગ લઉં. આ મેરેથોનમાં દુનિયાભરથી ૨૦ હજાર થી પણ વધુ લોકોએ ભાગ લીધો હતો. જેમાં ભારત દેશમાંથી ૪૦૩ જે સેકન્ડ હાઈએસ્ટ પાર્ટિસિપન્ટનો દેશ બન્યો હતો. સુરતના આશરે ૨૩ જેટલા દોડવીરોએ આની અંદર ભાગ લીધો હતો. જેમાંથી આ પિતા પુત્રની જાેડી પણ સામેલ હતી. આ મેરેથોન ખૂબ જ કઠિન હોય છે કારણ કે આ મેરથોનની અંદર પાંચ ગેટ અને પાંચ મેજર હિલ હોય છે જેની અંદર લીનફિલ્ડ પાર્ક, વિન્સ્ટન પાર્ક, પાઈન ટાઉન, કેટોરેજ, ડ્રમન્ડ પાર્ક અને શેરવુડ પાર્કના આખા એરિયામા રેસ યોજવામાં આવી હતી. આ રેસ માટે ૧૧૦૦ ઈંકલાઈન રન અને ૧૭૦૦ રન ડીકલાઈન ની પ્રેક્ટિસ કરવામાં આવે છે. આ મેરેથોન દરમિયાન તાપમાનનો બદલાવ થાય છે. સવારે ૮ ડિગ્રી તો બપોરે ૨૫ ડિગ્રી તેમજ રાત્રે ૧૮ ડીગ્રીમાં આ મેરેથોનમાં લોકો દોડતા હોય છે.


