વીજ પોલ ને ગાય અડી જતા વીજ કરંટથી ગાયનું થયું મોત નીપજ્યું હતું
બોડેલીના ઢોકલીયા ચાર રસ્તા પર રહે છે લોકોની ભારી અવરજવર
બોડેલી ઢોકલીયા ચાર રસ્તા પાસે આવેલ વીજ પોલ પર થી કરંટ ઉતરતા ગાયનું મોત નિપજ્યું હતું બોડેલી ના ઢોકલીયા ચોકડી વિસ્તાર પર વાહનોની અને લોકોની ખૂબ ભારે અવર-જવર હોય છે ત્યારે આ વિસ્તારમાં જ વીજ કરંટ ઉતરતા ગાયનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું એમજીવીસીએલ ની ગોર બેદરકારી ઢોકલીયા વિસ્તારમાં સામે આવી છે
ગઈકાલે રાત્રે છ થી સાત વાગ્યાના સમયગાળામાં ઢોકલીયા ચાર રસ્તા પર આવેલી વીજપોલ માં કરંટ ઉતરતા ત્યાંથી પસાર થતી ગાય વીજ પોલને અડતા ગાય નુ ઘટના સ્થળે મોત થયું હતું ઘટના સ્થળે લોકોના ટોળા ઉંટી પડ્યા હતા
સ્થાનિક લોકોએ mgvcl ને જાણ કરતાં એમજીવીસીએલના કર્મચારીઓ આવીને પોલને રીપેરીંગ કરીને કરંટ ઉતારતો બંધ કર્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


