છોટાઉદેપુર અને કવાંટ તાલુકાના ૪૦ ગામ વણકર સમાજના ધોરણ ૧૦ અને ૧૨ ના તેજસ્વી વિદ્યાર્થીઓનાં સન્માન માટે ૨૦૨૩માં આ દ્વિતીય કાર્યક્ર્મ ડૉ. પવન દ્વિવેદી ડે. રજી સ્ટાર તથા લાઇફ કોચ કાઉન્સિલર, પારુલ યુનિવર્સિટીની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ૪૦ ગામ વણકર સમાજ કવાંટ છોટા ઉદેપુર વર્ષ ૨૦૨૨ -૨૩ માં ધોરણ ૧૦ અને ૧૨ માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓ તથા વિશેષ સિદ્ધિ મેળવેલ વિધાર્થીઓ માટે દરબાર હોલ છોટાઉદેપુર ખાતે સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજનાં તમામ વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો તેમજ વિધાર્થીઓ અને સમાજજનો સહ પરીવાર ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં પ્રતિભા શાળી વિધાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ.પવન દ્વિવેદી દ્વારા કારકિર્દી માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આમ વણકર સમાજ માં અભ્યાસ કરતા બાળકોને ઉત્સાહ મળે અને પોતાના ભવિષ્ય ના ઘડતર માટે રુચિ દાખવી સમાજનું નામ રોશન કરે તે હેતુથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


