વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સરકારની 9 વર્ષની સિદ્ધિઓ નિમિત્તે છોટાઉદેપુર જિલ્લાના જેતુરપાવી તાલુકાના બૂથ નંબર ૧૦૫ કરાલી ખાતે ઘર-ઘર સંપર્ક અભિયાન અંતર્ગત બુથના નાગરિકોનો સંપર્ક કરી 9 વર્ષમાં કેન્દ્ર સરકારની સિદ્ધિઓ વિશે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ માહિતી આપી હતી,સરકાર દ્વારા કરવામાં આવેલ વિકાસના કામોની નાગરિકોને માહિતી આપવામાં આવી હતી, સાંસદ ગીતાબેન રાઠવા સાથે છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, સહસંયોજક મુકેશભાઈ રાઠવા તેમજ બુથના કાર્યકર્તાઓ તથા બુથ પ્રમુખો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


