સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારાનો સંચાર
દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,15,740 સોદાઓમાં કુલ રૂ.9,526.73 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના ઓક્ટોબર વાયદામાં 61 પોઈન્ટ, બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના નવેમ્બર વાયદામાં 212 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સના નવેમ્બર વાયદામાં 89 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 60,802 સોદાઓમાં કુલ રૂ.3,297.92 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,088 અને નીચામાં રૂ.47,855 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.259 વધી રૂ.48,056ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.131 વધી રૂ.38,350 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.18 વધી રૂ.4,756ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.65,770 ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.66,225 અને નીચામાં રૂ.65,770 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.360 વધી રૂ.66,016 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.367 વધી રૂ.66,176 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.385 વધી રૂ.66,171 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં 12,217 સોદાઓમાં રૂ.2,231.14 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.30 વધી રૂ.233 અને જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.2.50 વધી રૂ.287ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.3.25 વધી રૂ.763.15 અને નિકલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.17.2 વધી રૂ.1,565.70 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.15 વધી રૂ.186ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટમાં 21,819 સોદાઓમાં કુલ રૂ.2,006.38 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,352ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,374 અને નીચામાં રૂ.6,334 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.84 વધી રૂ.6,367 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.25.80 વધી રૂ.417.90 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝમાં 2,689 સોદાઓમાં રૂ.284.57 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,718.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1726 અને નીચામાં રૂ.1710 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.36.50 વધી રૂ.1,716.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.16,990ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,990 અને નીચામાં રૂ.16,990 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.158 વધી રૂ.16,990ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,132.10ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1142 અને નીચામાં રૂ.1126.90 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6.60 વધી રૂ.1137.80 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.10 વધી રૂ.931.90 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.270 વધી રૂ.31,770 બોલાઈ રહ્યો હતો.
કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 14,528 સોદાઓમાં રૂ.1,589.90 કરોડનાં 3,314.261 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 46,274 સોદાઓમાં કુલ રૂ.1,708.02 કરોડનાં 258.286 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.358.27 કરોડનાં 15,150 ટન, જસતના વાયદાઓમાં રૂ.264.95 કરોડનાં 9,205 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.972.05 કરોડનાં 12,622.500 ટન, નિકલના વાયદાઓમાં રૂ.513.49 કરોડનાં 3,310.500 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.122.38 કરોડનાં 6,530 ટનનાં કામકાજ થયાં હતાં. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 7,103 સોદાઓમાં રૂ.712.71 કરોડનાં 11,22,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,716 સોદાઓમાં રૂ.1,293.67 કરોડનાં 3,03,78,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 7 સોદાઓમાં રૂ.0.31 કરોડનાં 36 ટન અને કોટનના વાયદાઓમાં 1,353 સોદાઓમાં રૂ.145.85 કરોડનાં 46250 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 572 સોદાઓમાં રૂ.29.38 કરોડનાં 312.48 ટન, રબરના વાયદાઓમાં 27 સોદાઓમાં રૂ.0.47 કરોડનાં 27 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 730 સોદાઓમાં રૂ.108.56 કરોડનાં 9,680 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,748.022 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 603.384 ટન, એલ્યુમિનિયમમાં 13,150 ટન, જસત વાયદામાં 5,665 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,627.500 ટન, નિકલ વાયદામાં 2,679 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 5,650 ટન, ક્રૂડ તેલમાં 8,72,200 બેરલ અને નેચરલ ગેસમાં 86,72,500 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 136 ટન, કોટનમાં 139750 ગાંસડી, મેન્થા તેલમાં 485.64 ટન, રબરમાં 39 ટન, સીપીઓમાં 84,300 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 2,469 સોદાઓમાં રૂ.204.60 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,670 સોદાઓમાં રૂ.134.22 કરોડનાં 1,854 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 593 સોદાઓમાં રૂ.53.17 કરોડનાં 609 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,377 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 849 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,423ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,484 અને નીચામાં 14,423ના સ્તરને સ્પર્શી, 61 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 56 પોઈન્ટ વધી 14,466ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ નવેમ્બર વાયદો 17,329ના સ્તરે ખૂલી, 212 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 147 પોઈન્ટ વધી 17,422ના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 15,744 સોદાઓમાં રૂ.1,502.12 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.184.58 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.59.77 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,257.17 કરોડનાં કામકાજ થયાં હતાં.
