ચાર ગ્રામ પંચાયત બોડેલી ,ઢોકલિયા, ચાચક અને અલીખેરવા ગ્રામ પંચાયત ની હદ માં આવતી હરખલી કોતર માં અલીપુરા ઢોકલિયા ચાચક બોડેલી ના વરસાદ પાણી નિકાલ માટે ઉપયોગી છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ કોતર પર દબાણો થતા હાલ કોતર પહેલા કરતા ઘણું સાકડું થઈ ગયું છે જેને લઈને ધોધમાર વરસાદ પડતાં કોતર ની આજુબાજુ ના ઘરોમાં પાણી ભરાઈ જાય છે અને આ હરખલી કોતર કુંભાર વાળા માં આવેલ નાળું આર સી સી સ્લેબ વાળુ હતું પરંતુ તે જર્જરીત હાલત થતા તેને તોડી નવું નાળું બનવાની કામગીરી હાલ ચાલુ જેમાં જેમાં નાની સાઈઝ ના સીમેન્ટ ના પાઇપ ની ઉપયોગ કરવામાં આવ્યો છે જેને લઈ ચોમાસા માં પહેલાં કરતા પરિસ્થિત બગડશે ને વરસાદનું પાણી ઘરોમાં ઘૂસી જવાનો રહીશો ને ભય લાગતા તેઓ આ સીમેન્ટ ના પાઇપ ના બદલે આર.સી.સી સસ્લેબ ભરવા માંગ કરી રહ્યા છે.
બોડેલી ના કુંભાર વાળા હરખલી કોતર પર બનતા નાળા માં નાની સાઈઝ ના સિમેન્ટ ના પાઇપ નાખતા રહીશો માં રોષ જોવા મળી રહ્યો છે અને પાઇપ ની જગ્યા આર. સી .સી સેલબ ભરાઈ તેવી માંગ કરી રહ્યા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


