આજ રોજ તા 27/6/23 ના રોજ લીલીયા મોટા માં ગ્રામ પંચાયત કચેરી રેવન્યુ વિભાગ માં ફર્ઝ બજાવતા તલાટી કમ મંત્રી આર એ પઠાણ વય મર્યાદા થી નિવૃત્ત થતા લીલીયા સરપંચ જીવન ભાઈ દ્વારાબહાદુર ભાઈ બેરા ના અધ્યક્ષ સ્થાને ભવ્ય વિદાય માંન હોટલ વિશાલ માં રાખવા માં આવેલ જેમાં નાયબ મામલતદાર રાદડીયા ATDO કિશોરભાઈ આચાર્ય લીલીયા PSI એસ આર ગોહિલ તલાટી કમ મંત્રી બિંદુબેન ડાભી ચાર્મીબેન વિજય કોગથીયા રાજુભાઈ ભેડા તેમજ લીલીયા તાલુકા પંચાયત ગ્રામ પંચાયત સ્ટાફ ગ્રામ પંચાયત સદસ્યો ઉપસ્થિત રહી સાકર પડો આપી ભવ્ય વિદાઈ માન આપવા માં આવેલ વિદાઈ ની વેળા એ સરપંચ જીવન ભાઈ વોરા દ્વારા સાહેબ ની કામગીરી વિશે માહિતી આપેલ તેમજ પઠાણ સાહેબ નિવૃત્તિ નો સમય સારા કાર્યો તેમજ ખુદા ની બંદગીમાં વિતાવે તેવી અત્રે થી ઉપસ્થિત મહાનુભાવો એ શુભ કામના પાઠવવા માં આવેલ
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


